ETV Bharat / state

સાંસદ પૂનમબેન માડમે લતીપુર PHC ખાતે રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્‍બ્‍યુલન્‍સનું કર્યું લોકાર્પણ

ગ્રીન વાયર ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત ધ્રોલ તાલુકાના લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવાયેલ નવીન એમ્બ્યુલન્સનું સાંસદ  પૂનમબેન માડમે લોકાર્પણ કર્યું હતું. લતીપુર PHCને આ એમ્બ્યુલન્સ ફાળવતા હવે 13 ગામોની અંદાજીત 50 હજારથી વધુની વસ્તીનો આરોગ્ય સુવિધામાં ઉમેરો થશે.

author img

By

Published : May 5, 2021, 7:40 PM IST

સાંસદ પૂનમબેન માડમે લતીપુર PHC ખાતે રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્‍બ્‍યુલન્‍સનું કર્યું લોકાર્પણ
સાંસદ પૂનમબેન માડમે લતીપુર PHC ખાતે રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્‍બ્‍યુલન્‍સનું કર્યું લોકાર્પણ

જામનગરની લતીપુર PHC ખાતે રૂ.18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્‍બ્‍યુલન્‍સનું સાંસદ પુનમબેન માડમે લોકાર્પણ કર્યું.

• આ એમ્બ્યુલન્સ થકી 1 ગામોની આશરે 50 હજારથી વધુ વસ્તીની આરોગ્ય સુવિધામાં ઉમેરો થશે

• સહેજ પણ કોવિડના લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને આઇસોલેટ થવા સાંસદશ્રી દ્વારા અનુરોધ કરાયો

જામનગર : રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્‍બ્‍યુલન્‍સને લોકાર્પિત કરતા સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, લતીપુરને આ મહામારીનો ખૂબ સામનો કરવો પડ્યો છે.કોવિડની બીજી લહેર ખૂબ ઘાતક નીવડી રહી છે ત્યારે ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવા સરકાર રાતદિન પ્રયત્નશીલ છે.

લક્ષણો જણાય તો તરત ટેસ્ટ કરાવો

સાંસદે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ઘણા દર્દીઓ હોસ્પિટલ સુધી મોડા પહોંચે છે.જેના કારણે સ્થિતિ વધુ બગડે છે.ત્યારે આવા સંજોગોમાં જો સહેજ પણ કોવિડના લક્ષણો જણાય તો સત્વરે ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.માત્ર આટલી તકેદારી રાખીશું તો કોવિડ મૃત્યુ દર શૂન્ય સુધી લઈ જવામાં આપણે સફળ થશું

વધુમાં વધુ લોકો વેક્સિનનો લાભ લો

વેક્સિન પર ભાર મૂકતાં સાંસદ માડમે જણાવ્યું હતું કે, હાલના સમયે કોરોનાને હરાવવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે.દરેક નાગરિકો ચોક્કસ વેક્સિન લઈ પોતાને અને અન્યોને સુરક્ષિત કરે તે જરૂરી છે.

સાંસદએ એમ્બ્યુલન્સ સુવિધાના સહયોગ બદલ દિલ્હીના ગ્રીન વાયર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સંસ્થાએ અમારી માંગણી ગ્રાહ્ય રાખી માત્ર 3 દિવસમાં જ એમ્બ્યુલન્સ ફાળવી આ મહામારીમાં ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અમારી રજૂઆતનો પડઘો ઝીલતાં સાંસદ પુનમબેનએ તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી વિસ્તારની આરોગ્ય સુવિધામાં વધારો કર્યો, એ બાબત અભિનંદનિય છે.વધુમાં ધારાસભ્યએ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તથા વારંવાર હાથ ધોવા વિનંતી કરી હતી.

13 ગામો વચ્ચે એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

PHC લતીપુરના મેડીકલ ઓફિસર ચાંદની સોજીત્રાએ જણાવ્યું હતું કે, આ PHC હેઠળ આવતા 13 ગામો વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. ત્યારે આ એમ્બ્યુલન્સની સુવિધા થકી છેવાડાના ગામોના લોકોને પણ લતીપુર સુધી સારવાર લેવા આવવામાં હવે સુગમતા રહેશે તેમજ તેમનો પરિવહનનો બિનજરૂરી ખર્ચ પણ બચશે.

અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપ ભોજાણી, જિલ્લા પંચાયત સભ્ય લખધીરસિંહ જાડેજા તથા મનસુખભાઇ, તાલુકા મંડળ પ્રમુખ નવલભાઈ મૂંગરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન લવજીભાઈ, તાલુકા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ તથા જગદીશભાઈ, સરપંચ લાલજીભાઈ, ભાજપ અગ્રણી દેવાણંદભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ જમનભાઈ, ગણેશભાઈ, ડો.ભંડેરી, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.બી.પી.મણવર તેમજ ગ્રામજનો તથા આરોગ્‍ય કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.