2 કિલો 244 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
ફૂટવેરની દુકાનની આડમાં ગાંજાનો વેપાર
પોલીસે દુકાનદારની ધરપકડ કરી
દમણ :- સંઘપ્રદેશના ડીઆજીપી વિક્રમજીત સિંગના માર્ગદર્શન અને નાની દમણના એસએચઓ શોહિલ જીવાણની સૂચનાથી બુધવારે દમણના ડાભેલ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી કાજલ ફૂટવેર નામની દુકાનમા છાપો મારી એક પ્લાસ્ટિકની ડોલમાં નાના નાના પ્લાસ્ટિકના પાઉંચમાં પેક કરેલો 2 કિલો 244 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.બુધવારે દમણના ડાભેલ વિસ્તારમાં નાની દમણ પોલીસની ટીમે બાતમી આધારે રેઇડ કરી હતી. પોલીસની આ રેઇડમાં દુકાન માલીકને 2 કિલો 244 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો ઇસમ ડાભેલ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી કાજલ ફૂટવેર નામની દુકાન ધરાવતો હતો. જેની દુકાનમાં છાપો મારી એક પ્લાસ્ટિકની ડોલમાં નાના નાના પ્લાસ્ટિકના પાઉંચમાં પેક કરેલો 2 કિલો 244 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રદીપકુમાર બીન્દની ધરપકડ
પોલીસે દુકાન ચલાવતા મૂળ ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરના પ્રદીપકુમાર બીન્દની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ગાંજો કયાંથી અને કેવી રીતે લઇ આવતો હતો. તેની સાથે ગાંજાના આ રેકેટમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.