પોરબંદર: પોરબંદર પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપ સિંહ તથા પોરબંદર પોલીસ અધિક્ષકની સુચના અન્વયે જિલ્લામાં પ્રોહીબીશન ગુનામાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.
જેના અનુસંધાને LCB PIના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ કલમના ગુનાના આરોપી કરશન કાના કોડીયાતર ઉમર વર્ષ 19 ગંડીયાવાળાનેસ રાણાવાવ જિલ્લા પોરબંદરવાળા વિરૂદ્ધમાં LCB PSIએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PIએ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલી છે.