- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ભડકી હિંસા
- ભાજપ દ્વારા ઠેરઠેર થઈ રહ્યો છે વિરોધ
- પ્રદેશ ભાજપ ઉપ્રપ્રમુખ જયંતીભાઈ કવાડિયાએ રાષ્ટ્રપતિ શાસનની કરી માગ
મોરબી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હતી. જે મામલે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપ્રપ્રમુખ જયંતી કવાડિયાએ બંગાળ હિંસા મામલે રાષ્ટ્રપતિ, પીએમ અને ગૃહપ્રધાન તેમજ બંગાળના રાજ્યપાલને પત્ર લખ્યો છે.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષએ કરી માગ
જયંતી કવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે બંગાળમાં ચૂંટણીની જાહેરાત બાદથી હિંસાનો સિલસિલો ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકરોથી લઈને ઉચ્ચ પદાધિકારીઓની હત્યા અને હમલા તેમજ ભાજપ કાર્યાલયમાં આગ લગાવવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. 2021ની ચૂંટણીમાં અવાજ ઉઠાવનારા સામાન્ય જનતાની જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે અને ઘર સળગાવી દેવામાં આવે છે. બાળકીઓથી લઈને મહિલાઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મ આચરાય છે.
પશ્ચિમ બંગાળમાં સરકાર બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવા કરી માંગણી
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રવાદી લોકો નિસહાય બની ગયા છે, હિંસા થઇ રહી છે. કાનુનની ધજ્જિયા ઉડાવવામાં આવે છે અને સત્તાધીશ પાર્ટી કોઈપણ એક્શન લેવાનો ઈરાદો ધરાવતી નથી, જેથી આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન જ એક ઉપાય બચ્યો છે. જેથી સરકાર બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાય તેવી માગ કરી છે.