હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. ત્યારે આ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ક્યાંક અંધશ્રધ્ધાનો પણ શારોલેવાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટના ધારાસભ્ય માતાજીના માંડવામાં ધુણતાં હોવાનું દેખાઇ રહ્યું છે. અરવિંદ રૈયાણી ધુણતાં-ઘુણતાં પોતાને જ સાંકળ મારતાં નજરે પડ્યા હતા.
તો આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહયો છે. રાજકોટ નજીક આવેલા કુવાડવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભરડીયા પરિવાર દ્વારા યોજાયેલા માતાજીના માંડવા કાર્યક્રમમાંથી આ વીડિયો સામે આવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે, માતાજી ભાજપને ફળે છે કે કેમ?