ડાંગ: જિલ્લાના કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સરકારી આયુર્વેદ દવાખાના માનમોડી, રંભાસ, બરડીપાડા, ચિંચલી, ગલકુંડ, પાંડવા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-આહવા સહિત સરકારી હોમિયોપેથી દવાખાનું-આહવાના માધ્યમથી જિલ્લાના પ્રજાજનોની "રોગ પ્રતિકારક શક્તિ" વધારવા માટે આયુર્વેદની "શમશમની વટી" તથા હોમીયોપેથીની "આર્સેનિક આલ્બ-30" ના મોટાપાયે વિતરણ સાથે આરોગ્યવર્ધક "અમૃતપેય" ઉકાળાનું સેવન કરાવીને તેમને આગોતરું "રક્ષા કવચ" પૂરું પાડવામાં આવી રહ્યું છે.
![Ayurvedic medicines distributed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:38:07:1595333287_gj-dang-03-corona-vis-gj10029_21072020173629_2107f_1595333189_735.jpeg)
આ ઉપરાંત આહવાના સરકારી હોમીયોપેથી દવાખાના મારફત જિલ્લાના 10 "ધન્વન્તરી રથ"ના માધ્યમથી રોગ પ્રતિરોધક ઔષધી "આર્સેનિક આલ્બ-30"નુ 16,278 થી વધુ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ, જિલ્લાની આંગણવાડીઓના વર્કર્સ અને હેલ્પર્સ જેવા પાયાના કર્મચારીઓને પણ "આર્સેનિક આલ્બ-30" નું સુરક્ષા કવચ પૂરું પડાયુ છે.