- વડતાલધામમાં આજથી દેવો ચંદનના વાઘાથી વિભૂષિત
- ઋતુ પ્રમાણે દેવોને શણગારની પરંપરા
- ડાકોર ખાતે રણછોડરાયજીને ચંદન સેવા સાથે કેરીના રસ અને દુધભાતના ભોગનો પ્રારંભ
ખેડા: ગ્રીષ્મઋતુમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની એક પરંપરા છે.વડતાલધામમાં અખાત્રીજથી ચંદનવાઘા શરૂ થાય છે.આ શણગાર રોજ અવનવો હોય છે.દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે.
![આજે અક્ષયતૃતિયાના પર્વ નિમિત્તે ડાકોર અને વડતાલમાં પ્રભુને ચંદન વાઘા ધરાવાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:46:00:1620983760_gj-khd-01-chandan-vagha-photo-story-gj10050_14052021141409_1405f_1620981849_130.jpeg)
ઋતુ પ્રમાણે દેવોને શણગારની પરંપરા
વડતાલધામમાં વર્ષોથી દેવોને ઋતુ પ્રમાણે શણગાર કરવાની પરંપરા છે.જે મુજબ ગ્રીષ્મઋતુમાં ઉષ્ણતામાન વિશેષ હોય છે ત્યારે ભગવાનને શીતળતાં અર્પતાં ચંદનના લેપ-વાઘા કરવા,ધરાવવાની એક પરંપરા છે. ઋતુઓ અનુસાર દેવોની સેવા કરાય છે.જેમ શિશિરમાં ગરમ વસ્ત્રોના વાઘા દેવોને ધરાવાય છે તેમ ગ્રીષ્મમાં ચંદનના વાઘાની સેવા થાય છે.વૈશાખ સુદ-ત્રીજ એટલે કે અક્ષય તૃતિયાથી ભગવાનને ચંદનના શણગારથી સજવામાં આવે છે.
![આજે અક્ષયતૃતિયાના પર્વ નિમિત્તે ડાકોર અને વડતાલમાં પ્રભુને ચંદન વાઘા ધરાવાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:45:59:1620983759_gj-khd-01-chandan-vagha-photo-story-gj10050_14052021141409_1405f_1620981849_1078.jpeg)
વડતાલધામમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ આજે અખાત્રીજ તા.૧૪/૫/૨૦૨૧ થી શરૂ થયો છે.હરિભક્તો પણ ચંદનના વાઘાની સેવાનો લાભ લઇ શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસોસિએટ શ્યામવલ્લભ સ્વામી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
![આજે અક્ષયતૃતિયાના પર્વ નિમિત્તે ડાકોર અને વડતાલમાં પ્રભુને ચંદન વાઘા ધરાવાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:45:59:1620983759_gj-khd-01-chandan-vagha-photo-story-gj10050_14052021141409_1405f_1620981849_44.jpeg)
ડાકોર ખાતે રણછોડરાયજીને ચંદન સેવા સાથે કેરીના રસ અને દુધભાતના ભોગનો પ્રારંભ
આજથી ડાકોર મંદિરમાં રણછોડરાયજી ભગવાનને પરંપરા મુજબ રાજભોગ દર્શન સમયે ચંદન સેવાનો પ્રારંભ થયો છે. ઉપરાંત ભગવાનને કેરીનો રસ અને દુધભાતનાં ભોગ ધરાવવાની પણ શરૂઆત થઈ છે.
![આજે અક્ષયતૃતિયાના પર્વ નિમિત્તે ડાકોર અને વડતાલમાં પ્રભુને ચંદન વાઘા ધરાવાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:45:58:1620983758_gj-khd-01-chandan-vagha-photo-story-gj10050_14052021141409_1405f_1620981849_571.jpeg)
કોરોના સંક્રમણને લઈ હાલ મંદિરો બંધ
વધી રહેલા કોરોના સંક્રમણને લઈ હાલ વડતાલ તેમજ ડાકોર બંને મંદિરો બંધ છે.જો કે નિત્ય સેવા પૂજા બંધ બારણે પૂજારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.ભાવિકો માટે મંદિર પ્રવેશ બંધ છે.ભાવિકો ઓનલાઈન દર્શન કરી શકે છે.