પોરબંદરઃ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નાબૂદ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. પોરબંદર I/C LCB PI કે.આઇ.જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI એન.એમ.ગઢવી એ પો.સ્ટાફ સાથે પોરબંદર LCBની ઓફિસમાં હાજર હતા, તે દરમિયાન PSI એન.એમ.ગઢવી તથા HC ગોવિંદ મકવાણાને માહિતી મળી હતી.
ચોક્કસ માહિતીના આધારે બરડાડુંગર વિસ્તારના ગંડીયાવાળા નેશમા રહેતા આરોપી કરશન કાનાભાઇ કોડીયાતર (ઉમર વર્ષ-19) પાસેથી દેશી દારૂના 50-50 લીટર ભરેલા બાચકા નંગ-16 કુલ દેશીદારૂ લીટર- 800 કિમત રૂપિયા 16,000/- તથા મોબાઇલ ફોન નંગ-01 કિમત રૂપિયા 3,000/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલી હ્યુન્ડાઇ કંપનીની વર્ના કાર નંબર. GJ-18-AC–4206 કિમત રૂપિયા 1,50,000/- મળી કુલ રૂપિયા 1,68,000/- નો મુદામાલ મળી આવ્યો હતો.