ETV Bharat / state

વડોદરામાં પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી

નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સયુંકત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી હતી.ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લિકેજ થવાની ઘટનામાં ફાયર, આરોગ્ય, પોલીસ, સહિતની સરકારી એજન્સીઓના ત્વરિત રિસસ્પોન્સથી સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવામાં આવી હતી.

વડોદરા
વડોદરા
author img

By

Published : Aug 28, 2020, 10:55 PM IST

  • વડોદરામાં પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી
  • ગેસ લિકેજ થવાની ઘટનામાં માત્ર 15 મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવાયો

વડોદરાઃ નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સયુંકત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોક ડ્રીલના માધ્યમથી સરકારી એજન્સીઓ અને ઔદ્યોગિક એકમોની સેફ્ટી વિભાગની સજગતા, સક્રિયતા અને બચાવ કામગીરીનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. આવું જ પરીક્ષણ વડોદરાના નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ડસ્ટ્રી લિમીટેડમાં કરવામાં આવ્યું હતુ.

ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લિકેજ થવાની ઘટનામાં ફાયર, આરોગ્ય, પોલીસ, સહિતની સરકારી એજન્સીઓના ત્વરિત રિસસ્પોન્સથી સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર એક્સરસાઈઝ પ્રાંત અધિકારી રાજેશ ઠુંમરના માર્ગદર્શન અને દેખરેખમાં યોજવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં ટેન્કરમાંથી ગેસ લિકેજ થવાની ઘટનામાં માત્ર 15 મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામા આવ્યો હતો. આ એક્સરસાઈઝમાં બે લોકોને ગેસ ગળતર થવાથી ત્વરિત સારવાર અર્થે ખસેડી, તેમનો બચાવ કરવામાં હતો.

સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જતાં ઓલ ક્લીયરનું સિગ્નલ આપવામાં આવ્યું હતુ. માનવ બચાવ માટે પીપીઈ શુટ, બ્રીથ્રીંગ એપ્રેટર્સ સહિતના અદ્યતન સાધનોથી સજજ મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ગેસનો વાતાવરણમાં ફેલાવ અટકાવવા માટે, વોટર કર્ટેન્સ, ફાયર ટેન્ડર દ્વારા સાધનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

ઉપરાંત માનવ જીવ માટે જોખમી એવા પ્રોપેલીન ગેસના લિકેઝથી નજીકમાં આવેલા પ્રેટ્રોલ પંમ્પ અને જાહેર માર્ગ પરના સાધનોની અવરજવર બંધ કરી દેવામા આવી હતી. જેથી અન્ય આસપાસના લોકોને સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થઈ શકે. આમ, તમામ પ્રકારનું જોખમ ટાળી શકાયું હતું.

આ મોકડ્રીલમાં મામલતદાર વાય.આર. ગોસાઈ, જીપીસીબીના એમ.યુ. પટેલ, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએસનના હોદ્દેદારો અને નજીકના ઔદ્યોગિક એકમોના સેફ્ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.