- અંદાજે 55થી 60 વર્ષના શખ્સનો મૃતદેહ મળ્યો
- ખેતર પાસેથી યુવાન મૃતદેહ મળી આવ્યો
- ઘટનાસ્થળે આવેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી
તાપી: વ્યારાના ડોલારા ગામના એક ખેતર કિનારેથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ડોલારા ગામના ખ્રિસ્તી ફળિયામાં રહેતા મનહરભાઈ ગામીક બપોરના સમયે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. જ્યાં તેમણે આ મૃતદેહને જોયો હતો. જેની જાણ તેમણે પોલીસને કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલીને મૃતકની હત્યા કરાઈ હતી કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.