ETV Bharat / state

Tapi News: મંત્રી પદનો નશો, જાણો એવું તો શું થયું કે આદિજાતિ પ્રધાન આંદોલનકારીઓ સાથેની બેઠકમાં ટેબલ પર હાથ પછાડી નિકળી ગયા - Kunvarji Halpati

વ્યારાના સરકીટ હાઉસમાં આદિવાસી આગેવાનો સાથે ચર્ચા દરમિયાન કુંવરજી હળપતિ ઉશ્કેરાયા હોવાનું સામે આવ્યું છે. આ બેઠક સ્થાનિક હોસ્પિટલના ખાનગીકરણને લઈ આદિવાસી આગેવાનો સાથે યોજાણી હતી. આ સમયે કુંવરજી હળપતિ ટેબલ ઠોકી વાત નહિ સાંભળી ચાલતી પકડી હતી.

આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિ આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં ટેબલ પર હાથ પછાડી નિકળી ગયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 9:04 AM IST

આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિ આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં ટેબલ પર હાથ પછાડી નિકળી ગયા

તાપી: વ્યારા સર્કિટ હાઉસ ખાતે રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે પ્રધાન સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રધાન કુંવરજી હળપતિ હાજર હતા. એ દરમિયાન ટેબલ ઠોકીને વાત સાંભળવા વગર નીકળી ગયા હતા. ભાજપની એક બેઠકમાં પ્રધાને ભાજપના કાર્યકરોને આદિવાસીના આંદોલનને કચડી નાખવા મુદ્દે આહવાન કરતા આદિવાસી આગેવાનોએ સવાલ કર્યો હતો. જે બાબતે પ્રધાન કુંવરજી હળપતિએ ટેબલ ઠોકી વાત નહિ સાંભળી ચાલતી પકડી હતી.

"કુંવરજીભાઇ આવ્યા ત્યારે અમે આ વીડિયોનો ખુલાસો માગ્યો કે તમે જે આ વાત કરી છે તે શુ કહેવા માંગે છે. ત્યારે દાદાગીરી કરી ટેબલ ઠોકીને ઊઠીને જતા રહ્યા અને કોઈ પણ પ્રકારની અમારી સાથે તેમણે વાત કરી નથી."-- લાલસિંહ ગામીત ( આદિવાસી આગેવાન )

14 જેટલી પદયાત્રા: તાપી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ જેનું ખાનગીકરણ કરી દેતા તેના વિરોધમાં તાપી જિલ્લામાં અલગ અલગ 14 જેટલી પદયાત્રા આદિવાસી આગેવાનો દ્વારા કાઢવામાં આવી હતી. જે 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિન ના રોજ તાપી કલેક્ટર કચેરી એ હજારોની સંખ્યામાં જાહેર સભામાં ફેરવાય હતી. આંદોલનકારીઓની માંગ છે કે, તેઓને સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દેવામાં આવે. જો સરકાર હોસ્પિટલમાં આધુનિક સાધનો ના લાવી શકતી હોય તો પણ આ હોસ્પિટલનું સંચાલન સરકાર જ કરે અને ખાનગી કંપનીનેઆપવામાં આવે.

કુંવરજી હળપતિ લોકસભાની ચૂંટણીને લઈને કરે છે દાવા: 2024 ની લોકસભાની ચૂંટણીમાં BJP 440 સીટથી લાવશે અને ગમે તેટલી પાર્ટીઓ એકજૂથ થાય જાય તો પણ આ આંકડાને પાર કરી શકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારત દેશના વડાપ્રધાન બનશે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કેન્દ્રની BJP સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં હાલ BJP દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરાયું છે. આ દરમિયાન કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું હતું.

  1. Gujarat Congress North Zone : ગાંધીનગર લોકસભા જીતવા તમામ પાસા તૈયાર, અત્યારે ડિકલેર નહી કરીએ : રામકિશન ઓઝા
  2. Narmada River Floods: પૂરને લઈને કોંગ્રેસના આક્ષેપ પર સરકારનો જવાબ - અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમ કાર્યરત, 4 લાખથી વધુ લોકોનું કર્યું સર્વેલન્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.