વ્યારામાં રેફરલ હોસ્પિટલની સામે આવેલી દક્ષિણાપથ વિદ્યાલયમાં હોસ્ટેલમાં રહેતી આકાંક્ષા રંજીત ગામીત, પ્રતીક્ષા દિલીપભાઈ ગામીત તેમજ રાધિકા શણતું વસાવે શાળાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. હોસ્ટેલના સંકુલમાં નારીયેળીના ઝાડ પરથી તરોફા પાડતા સમયે સળિયો વિજતાર સાથે લાગતા ત્રણે વિદ્યાર્થીનીઓને કરંટ લાગ્યો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતી ત્રણેય વિદ્યાર્થીનીઓમાંથી રાધિકા શણતું વસાવેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે આકાંક્ષા અને પ્રતિક્ષાને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને પૈકી એકને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પોટલમાં ખસેડવામાં આવી છે.