તાપી : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોરમાં ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં હોટ વોટર મશીનનું ફિટિંગ થઇ રહ્યું હતું તે સમયે બ્લાસ્ટ થયો હતો.. ફ્રૂટ જ્યુસ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે અને ત્રણ કામદાર ઘાયલ થયા છે. રાજકોટની કંપનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતાં ત્યારે આ ઘટના બની હતી.
નવી બનતી કંપની જેનું નામ આદિશક્તિ પ્રોડક્સ છે. જેમાં ફ્રુટ્સના જ્યૂસ બનાવાની ફેક્ટરી ચાલુ કરવામાં આવનાર હતી. જેનું મશીનરી તથા ઇન્સ્ફાસ્ટ્રકચરનું કામકાજ ચાલુ હતું. આ દરમિયાન રાજકોટની ઇનોટેક કંપની કે જે હોટવૉટર જનરેટિંગનું કામ કરે છે. તે આ કંપનીનાં ત્રણ મજૂરો સાથે મશીનરી ફિટ કરવા આવી હતી. મશીનરી ફીટિંગઅને ટેસ્ટિંગ દરમિયાન કોઇ કારણોસર બ્લાસ્ટ થયો તે શેડ બનાવાયો હતો તે તોડી હોટ વોટર મશીન બહાર જતું રહેવાથી ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે. આ બનાવ અંગે હાલ તસ્પર્શી તપાસ અલગ અલગ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે...સી. એમ. જાડેજા (ડીવાયએસપી, તાપી)
5 કામદાર પૈકી 2ના મોત : હોટ વોટર જનરેટરમાં બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આદિશક્તિ પ્રોડક્ટર મશીનરીના ફિટિંગની કામગીરી દરમ્યાન આ ઘટના બની છે. ફ્રુટ જ્યુસ બનાવતી આ કમ્પની છે જેમાં બ્લાસ્ટ થયો હતો. ગત રોજ સાંજે 4.30 કલાકના અરસામાં આ બનાવ બન્યો છે. જેમાં ઘટનાસ્થળે 5 ઈસમો પૈકી 2ના મોત થયા છે. જોકે અન્ય ત્રણને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં સારવાર અર્થે ખસેડાયેલા એક ઇસમનું મોત થયું છે.
હોટ વોટર મશીન બહાર નીકળી ગયું : ઉલ્લેખનીય છેકે રાજકોટની ઇનોટેક કંપની હોટ વોટર જનરેટિંગનું કામ કરે છે. જેના ત્રણ મજૂરો સાથે મશીનરી ફીટ કરવા આવી હતી. મશીનરી ફીટ કરતી વખતે કોઈક કારણોસર બ્લાસ્ટ થયેલો હતો. બ્લાસ્ટના પગલે ખુલ્લા ભાગમાં બનાવવામાં આવેલ શેડ તોડી હોટ વોટર મશીન બહાર નીકળી ગયું હતું.
ઝીણવટભરી તપાસ કરાશે : આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, જેમાં સુરતના ફેકટરી ઇન્સ્પેકટર, બોઈલર ઈસ્પેકટર અને એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરાઈ છે. આ ટીમો આવનાર દિવસોમાં હોટ વોટર મશીનમાં બ્લાસ્ટ કઈ રીતે થયો તે અંગે ઝીણવટભરી તપાસ કરીને અભિપ્રાય આપવામાં આવશે. જો એમાં કોઈ નિયમનો ભંગ થયો હશે એવું બહાર આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.