વ્યારાઃ માનવીમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવાના ઉદેશ્ય સાથે તાપી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય આ કલા મહાકુંભનું આયોજન રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, તાપી દ્વારા કરવામાં આવ્યું છે. કલા મહાકુંભમાં 23 જેટલી વિવધ કૃતિઓમાં જિલ્લાના 1590 કલાકારોએ ભાગ લીધો છે.
કલાકારોમાં ઉત્સાહઃ તાપીના વ્યારા ખાતે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કલાકારોને પ્રોત્સાહન મળે, એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કલા મહાકુંભ 2 દિવસ સુધી ચાલનાર છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા અનેક કલાકારોને નવું પ્લેટફોર્મ મળ્યું છે, તેથી કલાકારો હંમેશા આવા કાર્યક્રમોમાં ભાગ લેવા ઉત્સુક હોય છે.
1590 કલાકારોઃ તાપીમાં યોજાયેલ આ કલા મહાકુંભમાં કુલ 23 જેટલી કૃતિઓમાં કુલ 1590 કલાકારો પર્ફોર્મ કરી રહ્યા છે. આજે કુલ 13 કૃતિઓમાં કલાકારોએ પર્ફોર્મ કર્યુ છે અને આવતીકાલે બીજી 10 કૃતિઓમાં કલાકારો પર્ફોર્મ કરવાના છે. 2 દિવસ ચાલનારા આ કલા મહાકુંભમાં કલાકારો બેસ્ટ પર્ફોર્મન્સ માટે કલાકારો ઉત્સાહી છે. આ કલાકારોને કલેકટર દ્વારા પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવ્યું હતું. તેમણે રુબરુ ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચન પણ કર્યુ હતું.
જિલ્લા કક્ષાના આ કલા મહાકુંભનો આરંભ તાપી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને થયો છે. કુલ 23 કૃતિઓમાં કુલ 1590 કલાકારો પર્ફોર્મ કરવાના છે. આજે 13 કૃતિઓ અને આવતીકાલે 10 કૃતિઓમાં કલાકારો પર્ફોર્મ કરી રહ્યા છે. હું દરેક કલાકારોને અમારા કાર્યાલય વતી શુભેચ્છા પાઠવું છું...અમૃતા ગામીત(અધિકારી, જિલ્લા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ, તાપી)
અમદાવાદમાં થયેલ કલા મહાકુંભમાં અમે ત્રીજો નંબર મેળવ્યો હતો. તેમાં અમને સાહિત્ય વિશે વિસ્તૃત જાણકારી મળી હતી. અમારી અંદર રહેલ સુષુપ્ત કળાને બહાર લાવવાની અમને તક મળી છે ...પ્રીતિ ગામીત(કલાકાર, કલા મહાકુંભ, તાપી)
મેં બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધે હતો. જેમાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. આજે અમે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ કરવાના છીએ...કરિશ્મા ચૌધરી(કલાકાર, કલા મહાકુંભ, તાપી)