તાપી: જિલ્લાના વ્યારા ખાતે આરોગ્ય વિભાગના એ.આર.ટી સેન્ટર અને આઈ.સી.ટી.સી સ્ટાફ તથા નર્સિંગ સ્ટુડન્ટો દ્વારા એઇડ્સ અંગેની જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. જેમાં એઇડ્સ અંગેની જાગૃતિ માટેના પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ જોડાયા હતા. લોકોમાં અવરનેસ અને લોકો એઇડ્સના રોગથી બચે તેવા પ્રયત્નો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
HIV શું છે તે કેવી રીતે થાય છે અને એનાથી કંઈ રીતે બચી શકાય તે અંગેની માહિતી નર્સિંગ સ્ટાફને પૂરી પાડવામાં આવી હતી. તાપી જિલ્લામાં એ.આર.ટી સેન્ટર દ્વારા તાપી જિલ્લાના અને મહારાષ્ટ્રના નંદુરબારથીથી આવતા એઇડ્સના દર્દીઓને આજીવન દવા અને તેના નિદાન અંગેના પ્રયત્નો કરવામાં આવે છે અને સરકારના વિવિધ લાભો તેમને આપવામાં આવે છે.
એ.આર.ટી કાઉન્સિલર મોહિની પરમારે જણાવ્યું હતું કે આજે ફર્સ્ટ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે અમારા એ.આર.ટી સેન્ટર અને આઈ.સી.ટી.સી નર્સિંગ સ્ટુડન્ટ્સ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. એચઆઇવીની જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી છે તેથી માણસોને વ્યક્તિઓને એચઆઇવી શું છે કેવી રીતે થાય છે અને એના વિશે જાગૃતિ આવે અને એનાથી બચી શકે એના માટેની કામગીરી કરીએ છીએ. એ.આર.ટી સેન્ટર દ્વારા વિવિધ જિલ્લાના દર્દીઓ અને નંદુરબારથી આવતા દર્દીઓને આજીવન દવા લેવાની થાય એના માટે સમજાવીને રેગ્યુલર દવા મળે અને વિવિધ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે. એના માટે સમજાવવામાં આવે છે અને એના માટેની કામગીરી કરવામાં આવે છે.
આઇ.સી.ટી.સી અને એ.આર.ટી ઇન્ચાર્જ ડૉ. ચિરાગ બોઘારી HIV એટલે કે એઇડ્સ જેને કહેવામાં આવે છે. એની આજે જનજાગૃતિ રેલી અમે આખા વ્યારા ટાઉનમાં બધા અમારા સભ્યો અને ટીમો સાથે સફળ રીતે પૂરી કરી છે જે જનજાગૃતિ રહેલી હતી અને એનાથી બધા લોકોને એટલે કે બધાને અવેરનેસ આવે અને જનજાગૃતિ થાય એ ફેલાવા હેતુથી આ રેલીનું આયોજન કરેલ હતું.