તાપીઃ તાપી જિલ્લામાં જંગલી ભૂંડ બેફામ બન્યા છે. જંગલી ભૂંડ ખેતરમાં કામ કરતા એકલ દોકલ માણસો પર અવાર નવાર હુમલો કરે છે. ખેડૂતો ખેતરમાં કામ કરતા ડરી રહ્યા છે. તાજેતરમાં જ જંગલી ભૂંડ દ્વારા હુમલાની બે ઘટનામાં બે ખેડૂતોને ગંભીર ઈજા પહોંચી છે. પરિણામે ગંભીર ઈજા પહોંચેલ એક ઈજાગ્રસ્ત ને વ્યારા સિવિલ જ્યારે અન્યને ગડત સીએચસીમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.
હુમલાની વિગતઃ ગામના સ્થાનિક ખેડૂત સંપતભાઈ પોતાના પશુ માટે ચારો લેવા ખેતરે ગયા હતા. જ્યાં જંગલી ભૂંડ આવી ચડ્યું. આ ભૂંડે સંપતભાઈ પર જીવલેણ હુમલો કર્યો. જંગલી ભૂંડે શીંગડા અને દાંત દ્વારા સંપતભાઈના આખા શરીરે ઈજા પહોંચાડી. તેમના માથા, કમર અન હાથને લોહીલુહાણ કરી નાખ્યા. સંપતભાઈને થયેલી ઈજાઓ એટલી ગંભીર હતી કે તેઓ પોતાના પગ પર ઊભા પણ થઈ શકતા નહતા.

પાકને નુકસાન કરતા જંગલી ભૂંડઃ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અનેક ખેતરોમાં જંગલી ભૂંડ ફરી રહ્યા છે. આ જંગલી ભૂંડો ખેતરમાં ઊભા પાકને નુકસાની પણ પહોંચાડે છે. આ વખતે જંગલી ભૂંડ દ્વારા ખેતરમાં કામ કરતા લોકો પર ગંભીર હુમલો કરાયો.પર બે ખેડૂતને હોસ્પિટલ લઈ જવા પડ્યા. ગામના લોકો પોતાના ખેતરે જતા ડરી રહ્યા છે.

વનવિભાગને વિનંતી કરાઈઃ ગામમાં અવાર નવાર જંગલી ભૂંડ આવી ચડે છે. રસ્તામાં જતા વાહનો સાથે પણ જંગલી ભૂંડ અથડાય છે અને અકસ્માતો થઈ રહ્યા છે. વનવિભાગને જંગલી ભૂંડના આંતકને દૂર કરવા માટે વિનંતી કરાઈ છે. હવે તંત્ર જંગલી ભૂંડનો ત્રાસ દૂર કરવા ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.