સુરત જિલ્લાના ખેડૂતો શેરડીના પાકને પ્રાધાન્ય આપે છે. ગયા વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોને શેરડીના પાકમાં ઘણું નુકશાન થયું હતુ. ઓછા વરસાદના કારણે શેરડીનું વાવેતર ઘટ્યું હતુ. પરંતુ આ વર્ષે સુરત જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં શેરડીનો પાક લેતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે.
શેરડીના પાકને સિંચાઇ માટે પાણી પૂરતાં પ્રમાણમાં આપવું પડે છે. ગયા વર્ષે વરસાદ ઓછો રહેતા કુવા અને બોર ધરાવતા ખેડૂતોજ રોપણી કરી શક્યાં હતા. જોકે આ વર્ષે વરસાદ સારો રહેતા સિંચાઈનું પૂરતું પાણી પણ સીઝનમાં મળી રહેશે. જેથી શેરડીના વાવેતરમાંમાં વધારો થશે. જેના કારણે ખાંડના ઉત્પાદનમાં પણ વધારો નોંધાશે.
તાલુકાદીઠ શેરડીનું વાવેતર(15 સપ્ટેમ્બર સુધી)
તાલુકો | વાવેતર |
બારડોલી | 11,000 એકર |
મઢી | 7,664 એકર |
ચલથાણ | 7,284 એકર |
મહુવા | 4,018 એકર |
સાયણ | 1,595 એકર |
કામરેજ | 631 એકર |