તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા અને વાલ્મિકી નદીના પાણી સુકાઈ જતા વાલોડ તાલુકાના 8 થી 10 જેટલા ગામોના ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીની તકલીફ પડી રહી છે. ત્યારે વાલોડ તાલુકાનું મોરદેવી ગામમાં પણ અન્ય ગામોની જેમ પાણીની સમસ્યા છે પરંતુ ખાણ ખનીજ ખાતા દ્વારા આ વિસ્તારમાં લીઝ દરમિયાન પૂર્ણા નદીના પટમાં એક મોટો ખાડો કરવામાં આવ્યો હતો.
જ્યાં નદીના પાણીનો સંગ્રહ થયો હતો અને આ ખાડામાં ચોમાસા દરમિયાન પણ પાણીનો ભરાવો થયો હતો.આજે આ પાણી ગામ લોકોને ઉપયોગમાં આવી રહ્યું છે અને લગભગ 100 હેકટર જેટલી જમીનમાં હજુ ચોમાસા સુધી સિંચાઈનું પાણી પૂરું થઈ રહી એટલું પાણી હાલ આ ખાડામાં છે. આથી ગ્રામવાસીએ ખાણ ખનીજ ખાતાને અન્ય કોઈ સ્થળે લીઝ માટે ખાડો ખોદી આપીશું તેવું જણાવીને આ પાણીનો ઉપયોગ ગામ લોકો કરે તેવી રજૂઆત કરતા આજે આ પાણીનો ઉપયોગ ગ્રામવાસીઓ કરી રહ્યા છે.