ETV Bharat / state

Violation of social distance: તાપીના ટોકરવા ગામે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ વિષ્ણુ ગામીત સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

સોનગઢના ટોકરવા ગામના વિસ્તારમાં આવેલા ચર્ચમાં 200થી વધુ માણસો ભેગા કરી કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. ચર્ચમાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ (Violation of social distance)સુધ્ધા ન હતું. ચર્ચમાં માસ્ક તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ન હતી તેમજ કેટલાક લોકોએ મોઢે માસ્ક પહેર્યું ન હતુ.

Violation of social distance
Violation of social distance
author img

By

Published : Jun 28, 2021, 2:26 PM IST

  • ચર્ચમાં માસ્ક તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ન હતી
  • વધુ માણસો ભેગા કરી કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ
  • કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તાપી: સોનગઢના ટોકરવા ગામના વિસ્તારમાં આવેલા ચર્ચમાં 200થી વધુ લોકો ભેગા થતા પોલીસ કાર્યવાહીની ફરજ પડી હતી. જેને લઈ ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ધાર્મિક કાર્યક્રમમાં 200થી વધુ માણસો ભેગા કરી કોવિડ-19 ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો હતો.

ચર્ચમાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના ટોકરવા ગામના મિસ્ત્રી ફળીયામાં રહેતો પાદરી તેના ઘર નજીક આવેલા ચર્ચમાં તેમજ આંગણામાં ધાર્મિક કાર્યક્રમ (પ્રાર્થના સભા)નું આયોજન કર્યું હોય 200થી વધુ માણસો ભેગા કરી કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. ચર્ચમાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ (Violation of social distance) સુધ્ધા ન હતું. ચર્ચમાં માસ્ક તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ન હતી તેમજ કેટલાક લોકોએ મોઢે માસ્ક પહેર્યું ન હતુ.

આ પણ વાંચો: વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે ટોળાની અટકાયત કરી, મહિલાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ

વિષ્ણુ સુરજીભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધાયો

બનાવની જાણ સોનગઢ પોલીસને થતા સ્થળ પહોંચી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ દશરથભાઈની ફરિયાદના આધારે વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામિત વિરુદ્ધ ઇપીકો કલમ 188, 269, 270 તથા GP એક્ટ કલમ 131 તથા એપિડેમિક ડીસીઝની કલમ 3 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 51(B) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમિત ચાવડાએ ડીસામાં ભાજપ ધારાસભ્યએ કરેલ સોશિયલ ડિસ્ટન્સના ભંગ પર પ્રતિક્રિયા આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.