ETV Bharat / state

તાપી જિલ્લામાં કોરોનાથી 1500 જેટલા લોકો મોતને ભેટ્યા : ડૉ. તુષાર ચૌધરી - dr tushar chaudhary

આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાએ 'મારું ગામ, કોરોનામુક્ત ગામ' અંતર્ગત વ્યારા જનરલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તરત જ દક્ષિણ ગુજરાતના કોંગી નેતા ડૉ. તુષાર ચૌધરીએ કોંગી ધારાસભ્યો સાથે વ્યારા જનરલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી.

તાપી જિલ્લામાં કોરોનાથી 1500 જેટલા લોકો મોતને ભેટ્યા : ડૉ. તુષાર ચૌધરી

author img

By

Published : May 11, 2021, 11:02 PM IST

  • આદિજાતિ વિકાસ પ્રધાન બાદ કોંગી અગ્રણીઓએ લીધી મુલાકાત
  • વ્યારા જનરલ હોસ્પિટલમાં કોંગી નેતા ડૉ. તુષાર ચૌધરી ધારાસભ્યો સાથે પહોંચ્યા
  • કોરોના પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના પગલાઓની કરી ટીકા

તાપી: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાએ મંગળવારના રોજ તાપી જિલ્લાના વિવિધ કોવિડ કેર સેન્ટર્સની મુલાકાત લીધી હતી. જેના પછી તરત જ કોંગી નેતા ડૉ. તુષાર ચૌધરી અને કોંગી ધારાસભ્યોએ વ્યારા જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રાજ્યમાં વકરી રહેલી કોરોના પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

તાપી જિલ્લામાં કોરોનાથી 1500 જેટલા લોકો મોતને ભેટ્યા : ડૉ. તુષાર ચૌધરી

પી.એમ. કેયર્સ હેઠળ મોકલવામાં આવેલા વેન્ટિલેટર્સ ધૂળ ખાઈ રહ્યા છે

ડૉ. તુષાર ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકાર કોરોનાથી થયેલા મોતના આંકડા કેમ ખોટા બતાવી રહી છે? તાપી જિલ્લામાં જ અત્યાર સુધીમાં 1500 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે આરોગ્યલક્ષી સુવિધાઓ અને રેમડેસીવીર તેમજ ઓક્સિજનનો જથ્થો પણ પૂરતો આપી શક્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પી.એમ. કેયર્સ હેઠળ મોકલવામાં આવેલા વેન્ટિલેટર્સ હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. જેનું એકમાત્ર કારણ એ છે કે તેઓ કન્વર્ટર આપવાનું જ ભૂલી ગયા છે.

મોંઘી સારવાર સામાન્ય કે મધ્યમ વર્ગને પોષાય તેમ નથી

મોતના આંકડાઓને લઈને આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોત થયા છે. જે પૈકી 500 સામાન્ય દર્દી અને 1500 જેટલાના કોવિડથી જ મોત નિપજ્યા છે. જ્યારે મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનો સુરત જેવા મોટા શહેરોમાંથી પણ નથી મળી શકતા. જ્યારે રેમડેસિવિરના ૬ ઇન્જેક્શન લઈને સાજા થઈ જવાતું હતું પણ મ્યુકોરમાઈકોસિસમાં ઓછામાં ઓછા 50 ઇન્જેક્શનની જરૂર પડે છે. આવી મોંઘી સારવાર સામાન્ય માણસ કે મધ્યમ વર્ગનો માણસ અને ગરીબ માણસ ખરીદી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી.

તમામ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને મફત સારવાર આપવામાં આવે: આનંદ ચૌધરી

વ્યારા જનરલ હોસ્પિટલની મુલાકાતે ડૉ.તુષાર ચૌધરી સાથે આવેલા માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર સારવાર, ઑક્સિજન અને ત્રીજી લહેરની આગામી તૈયારીઓમાં કોઈ ગંભીરતા દર્શાવવામાં ફેઈલ થઈ છે અને ખાનગી હોસ્પિટલોમાં જે રીતે 2થી 5 લાખના જે બિલ આવે છે, તે પણ ખૂબ ગંભીર વિષય છે. રાજસ્થાન અને તામિલનાડુમાં જે રીતે કોરોના દર્દીઓને મફત સારવાર આપવાની જાહેરાત કરાઈ છે, અમે પણ તે જ રીતે ગુજરાતમાં કોરોના દર્દીઓને મફત સારવારની માગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.