ETV Bharat / state

જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જુઓ વિગતે... - Umarsadi Causeway

તાપીઃ બારડોલી તાલુકાના હરિપુરાથી ઉમરસાડી જતા કોઝવે પર વધુ વરસાદને કારણે પાણી ફરી વળ્યાં હતા. જેથી કોઝવે પરના 15થી વધુ ગામના નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકોને જીવના જોખમે રસ્તો પસાર કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.

umarsadi causeway
author img

By

Published : Aug 1, 2019, 2:10 PM IST

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેમાં બારડોલીના હરિપુરાથી ઉમરસાડી જતા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે અને જીવના જોખમે વિદ્યાર્થીઓને તેમના વાલીઓ કોઝવેનો રસ્તો પાર કરાવે છે. 15 ગામોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ કડોદ ગામે આવેલી શાળામાં અભ્યાસ અર્થે જાય છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે.

જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

સામાન્ય રીતે આ વિસ્તારના ગ્રામજનોને માંડવી તેમજ બારડોલી સાથે સીધો વ્યવહાર જોડાયેલો છે. ખેડૂતો, નોકરિયાત વર્ગ પણ રોજિંદી મુસાફરી કરે છે. સ્થાનિકોએ આ પરિસ્થિતિને સુધારવા વારંવાર જવાબદાર તંત્ર તેમજ આગેવાનોને રજૂઆતો કરી છે, પરંતુ રજૂઆતો માત્ર વામણી પુરવાર થઇ છે. જ્યારે પુલ પર પાણી ફરી વડે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ કે જેઓ પશુ પાલન સાથે જોડાયેલ હોવા છતાં શાળાના છૂટવાના સમયે કોઝવે પરથી પસાર થાય છે અને જીવના જોખમે બાળકોને લઇ જાય છે.

હાલ વરસાદી માહોલ યથાવત છે અને આ કોઝવેમાં 1 ફૂટ ઉપરથી પાણી પસાર થઇ રહ્યું હોવા છતા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લવાયો નથી. જો આ રીતે વિદ્યાર્થીઓ પણ જોખમ ખેડી અભ્યાસ અર્થે જશે તો, કેવી રીતે બાળકો ભણશે ?

Intro:સુરત જિલ્લા ના બારડોલી  તાલુકા ના હરિપુરા થી ઉમરસાડી જતા  કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા . જેથી કોઝ વે પર ના ૧૫ થી વધુ ગામ ના નોકરિયાત વર્ગ ની સાથે શાળા એ જતા બાળકો એ વાલીઓ ની મદદ થી જોખમી રીતે કોઝ વે પસાર કરી જવાની નોબત આવી છે . જોઈએ આ એહવાલ માં .

  Body:સુરત જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી સાર્વત્રિક મેઘમહેર થઇ રહી છે . ત્યારે બારડોલી તાલુકો પણ પ્રભાવિત થયો છે . ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો તંત્ર ની ઉદાસીનતા નો પુરાવો છે . બારડોલી ના હરિપુરા થી  ઉમરસાડી જતા  લો લેવલ કોઝ વે છે . જ્યાં જીવ ના જોખમે વિદ્યાર્થીઓ ને તેમના વાલી કોઝ વે પર કરાવે છે . વરસાદી પાણી આવતા કોઝ વે પર પાણી ફરી વળ્યાં છે . અને કોઝ વે પર ના ૧૫ થી વધુ ગામો ને માંથી અસર થવા પામી છે . કોઝ વે પર થી આવન જાવન પર રોક લાગી જાય છે . તો ૧૫ ગામો ના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ પણ કડોદ ગામે આવેલ શાળા માં અભ્યાસ અર્થે જાય છે . તેઓ પણ મુશ્કેલી માં મુકાય છે .
સામાન્ય રીતે આ વિસ્તાર ના ગ્રામજનો નો માંડવી તેમજ બારડોલી સાથે સીધો વ્યવહાર જોડાયેલો છે , અને ખેડૂતો , નોકરિયાત વર્ગ પણ રોજિંદી મુસાફરી કરે છે . સ્થાનિકો એ અવાર નવર જવાબદાર તંત્ર તેમજ આગેવાનો સુધી રજૂઆતો  કરી છે . પણ એ રજૂઆતો માત્ર ને માત્ર વામણી જ પુરવાર થઇ છે . જયારે જયારે પુલ પર પાણી ફરી વડે ત્યારે વિદ્યાર્થીઓ ના વાલીઓ કે જેઓ પશુ પાલન સાથે જોડાયેલ હોવા છતાં શાળા છૂટવાના સમય એ કોઝ વે નજીક આવી જાય છે . અને કોઝ વે  પર પાણી પસાર  થતું જ્હોવા છતાં જીવ ના જોખમે બાળકો ને લઇ જવાય છે .

Conclusion: હાલ વરસાદી માહોલ યથાવત છે . અને આ કોઝ વે ના એક ફૂટ ઉપર થી પાણી પસાર થઇ રહ્યું છે . છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લવાયો નથી .  જો આજ રીતે વિદ્યાર્થીઓ પણ જોખમ ખેડી અભ્યાસ એ જશે તો કેવી રીતે ભણશે બાળકો.  કારણ કે  વરસાદી વાતાવરણ માં પણ બાળકો હોય શાળા માં પરંતુ   આવા સમય એ તેઓ નું ધ્યાન કોઝ વે ના પાણી નિજ ચિંતા હોય છે . અને ઘરે કઈ રીતે જવું એજ ચિંતા માં હોય છે .

બાઈટ : 1 વિનોદ ભાઈ..... સ્થાનિક

બાઈટ : 2 રાજુભાઇ ..... સ્થાનિક

બાઈટ : 3  દિપક ભાઈ .....વાલી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.