જનસભાને સંબોધન કરવાની શરુઆત સાથે જ વડાપ્રધાને સરદારને યાદ કર્યા હતા. સોનગઢમાં જાહેરસભા સંબોધતા PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢોરો પણ સરદારના વિચારોને વિપરીત છે. નહેરૂના કારણે કાશ્મીરનો મુદ્દો ઉકેલાયો નથી. સરદાર પટેલનો માર્ગ કોંગ્રેસે છોડી દીધો છે અને સરદાર પટેલ, મોરારજી દેસાઈ સાથે કર્યા તેવાં અખતરાં આ લોકો મારી સાથે કરી રહ્યા છે.
PMનું સંબોધન
- મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતી દેશ અને દુનિયાને એક આગવી દિશામાં લઇ જવામાં સફળ થઇ છે.
- સરદાર સાહેબને કારણે જૂનાગઢના નિઝામને આપણે મનાવીને જૂનાગઢને ગુજરાતમાં ભેળવી શક્યા. પરંતુ જવાહરલાલ નહેરુ એ જમ્મુ-કાશ્મીરના વિષયને પોતાની પાસે રાખ્યો જેનું પરિણામ હજી આપણે ભોગવી રહ્યા છીએ.
- ભારતીય જનતા પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જીના વિચાર પર ચાલનારી પાર્ટી છે જેમણે કહ્યું હતું કે એક દેશમાં બે પ્રધાનમંત્રી ક્યારેય ન બની શકે
- સરદાર સાહેબ કોંગ્રેસને આંખમાં ખૂંચતા હતા. મોરારજી દેસાઈની સરકારને પણ ગેરવ્યાજબી રીતે હટાવી દીધી. હવે તેઓ તમારા પોતાના નરેન્દ્ર મોદીની પાછળ પડ્યા છે
- સમગ્ર દેશમાં સદભાવના અને શાંતિ પાથરવા માટે આંતકવાદને જડમૂળથી ઉકેલી ફેકવો પડે.
- જે સ્થળ પર આંતકવાદને ઉછેરવામાં આવતો હોય તે સ્થળ પર જઈને જ તેનો નાશ કરવો પડે.
- જે લોકોને દેશની સેના અને તેના પરાક્રમ પર વિશ્વાસ ન હોય અને તેમના શૌર્યના સબૂત માંગતા હોય અને પાકિસ્તાનની ભાષા બોલતા હોય તેવા લોકોને ઓળખી લેવાનો સમય આવી ગયો છે.