બારડોલી: શેત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને લઈને તથા ઝારખંડ ખાતે આવેલા સમેત શિખરને પર્યટન સ્થળ બનાવતા જૈન સમાજમાં ભારે નારાજગી (Jain community protect Shetrunjay Mountain) છે. રવિવારના રોજ સમસ્ત જૈન સંઘ બારડોલી દ્વારા વિરાટ રેલી કાઢી બારડોલી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું (Jains from Surat and Tapi held a rally) હતું. આ રેલીમાં સુરત અને તાપી જિલ્લાના જૈન સંપ્રદાયના ચારેય ફિરકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા (protest to save giriraj and Shetrunjay Mountain) હતા.
સૂત્રોચ્ચાર સાથે નીકળી રેલી: બારડોલીના હીરાચંદ નગરમાં આવેલા સ્ટેશન જૈન સંઘ સંચાલિત કુંથુંનાથ જિનાલયથી રેલી પ્રસ્થાન થઈ હતી. આબાલ વૃદ્ધ સૌ શેત્રુંજય અને સમેત શિખરની રક્ષા માટે સૂત્રોચ્ચાર સાથે નીકળ્યા હતા. આ રેલી સરદારબાગ, જલારામ મંદિર, ભંડારીવાડ, સરદાર ચોક, લીમડા ચોક થઈ તાલુકા સેવાસદન પહોંચી હતી. જ્યાં બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોઢાને આવેદનપત્ર આપી જૈનોના પવિત્ર સ્થાનોની રક્ષા માટે રજુઆત કરી હતી.
શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોનો આતંક: આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભગવાન આદિનાથની ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી છે. આ ઉપરાંત ઝારખંડના સમેત શિખરને પર્યટન સ્થળ બનાવવામાં આવતા સમગ્ર જૈન સમાજની લાગણી દુભાય છે. આથી બંને પવિત્ર સ્થાનોની રક્ષા માટે આજે જૈન સમાજ રસ્તા પર ઉતર્યો હતો. જૈન સમાજ દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો PM મોદીની માતા હીરાબાની યાદમાં આજે પ્રાર્થના સભા યોજાઈ
જૈન તીર્થ સ્થાનોની પવિત્રતાને નુકસાન: સરદારબાગ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ સુભાષભાઈ બાફનાએ જણાવ્યું (Shwetambar Jain Sangh president Subhashbhai Bafna) હતું કે, જૈન સમાજ ક્યારેય તેમના અધિકારો માટે રસ્તા પર નથી ઉતર્યો. પરંતુ આજે જ્યારે જૈનોના પવિત્ર તીર્થોનો સુરક્ષાનો સવાલ ઉભો થયો છે. શ્રેત્રુંજય પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી તોડફોડ અને ગિરિરાજ પર ચાલતી દારૂની ભઠ્ઠી જૈન તીર્થોની પવિત્રતાને નુકસાન પહોંચાડી રહી છે. આ ઉપરાંત સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી પણ જૈન સમાજની લાગણી દુભાય છે. આ મુદ્દાઓને લઈ જૈન સમાજ લડી લેવાના મૂડમાં છે. આજે ખૂબ જ મોટી સંખ્યામાં જૈનોએ ઉપસ્થિત રહી તેમની શક્તિનો પરિચય કરાવ્યો છે. સરકાર અમારી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી અમારી માગ છે.
આ પણ વાંચો દિવાળી વેકેશનનો રેકોર્ડ આ વર્ષે ટૂટી ગયો, નવા વર્ષની ઉજવણી માટે કેવડિયા એકતા નગરી હોટ ફેવરિટ
જૈન સમાજની શું છે માંગ?: રોહિશાળામાં પ્રભુની ચરણપાદુકાની તોડફોડની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવાંમાં આવે. મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્ત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. 12 ગાઉના રૂટ ઉપર અને અન્ય સ્થળે ગેરકાયદે માઈનિંગ થાય છે તે બંધ કરવામાં આવે. ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે. ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. ડોલી એસોશિયેશન દૂર કરો અથવા એનો વહીવટ બદલો. જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ દૂર થાય.