ETV Bharat / state

E-TV Fact Check: તાપી-ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મેસેજ માત્ર અફવા - Gujarat

વ્યારાઃ તાપી અને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના મેસેજ બુધવારની સવારથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં હતા. જેને પગલે તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. જો કે, આ અંગે ETV ભારતે તપાસ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, હલિકોપ્ટર ક્રેશ થયાની વાત માત્ર એક અફવા છે.

E-TV Fact Check: તાપી-ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મેસેજ માત્ર અફવા
author img

By

Published : Jul 10, 2019, 7:58 PM IST

આજે સવારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંતરિયાળ ગામોમાં ધડાકો સંભળાયો હોવાની વાત વહેતી થઈ હતી. ત્યારબાદ સોનગઢ તાલુકાના ધનમોલી, ડરદી અને ડાંગ જિલ્લાના બરડીપાડા, બંધપાડા તેમજ મહાલમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું. તેની સાથે હેલિકોપ્ટર ક્રેશ થવાના ફોટા વાયુવેગે ફરતા થયાં હતા. એટલે તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર જંગલમાં હેલિકોપ્ટરની શોધમાં જોતરાયું હતું.

E-TV Fact Check: તાપી-ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મેસેજ માત્ર અફવા

હેલિકોપ્ટર ક્રેશ થવાની વાતને પગલે તાપી જિલ્લાના જંગલ વિભાગના મુખ્ય અધિકારી આનંદ કુમાર, તાપી SP ચૌધરી, તાપી કલેકટર નિનામા, તેમજ સોનગઢ સ્થાનિક મામલતદાર અને પોલીસ વિભાગ અંતરિયાળ જંગલમાં પહોચ્યાં હતાં. ત્યારે હેલિકોપ્ટર જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. જો કે, હેલિકોપ્ટર તૂટી પડવાની વાત આખરે અફવા નીકળતાં તાપી અને ડાંગ જિલ્લાના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે ETV ભારતે તપાસ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, હલિકોપ્ટર ક્રેશ થયાની વાત અફવા છે.

Intro:તાપી અને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં હેલિકોપટર ક્રેશ થવાના મેસેજ આજે સવારથી સોશિઅલ મીડિયા પર વાયરલ થયા હતા જેને પગલે તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું.....

Body:આજે સવારથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આતરિયાળ ગામો માં ધડાકો સંભળાયો હોવાની વાત વહેતી થઈ હતી ત્યાર બાદ સોનગઢ તાલુકાના ધનમોલી, ડરદી અને ડાંગ જિલ્લાના બરડીપાડા , બંધપાડા તેમજ મહાલમાં હેલિકોપટર તૂટી પડ્યું ના મેસેજ એક ક્રેશ હેલિકોપટરના ફોટા સાથે વાયુવેગે ફરતા થતા તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર સમગ્ર જંગલમાં હેલિકોપટર ને શોધવા જોતરાયું હતું. હેલિકોપટર ક્રેશ થવાની વાત ને પગલે તાપી જિલ્લાના જંગલ વિભાગના મુખ્ય અધિકારી આનંદ કુમાર , તાપી એસ.પી ચૌધરી, તાપી કલેકટર નિનામા, તેમજ સોનગઢ સ્થાનિક મામલતદાર અને પોલીસ વિભાગ અંતરિયાળ જંગલોમાં પહોંચી ગયા હતા ....Conclusion:તાપી જિલ્લામાં સોનગઢના જંગલ વિસ્તારમાં હેલિકોપટર તૂટી પડવાની વાત સોસીયલ મીડિયા પર વાયરલ થતા જ આદિવાસી લોકો સોનગઢ તાલુકાના ડરદી અને ધનમોલી પહોંચી ગયા હતા અને સોનગઢના જંગલ વિસ્તારમાં પોલીસ તંત્ર, સ્થાનિક તંત્ર અને વનવિભાગના અધિકારીઓ સાથે સ્થાનિકો પણ હેલિકોપટરની શોધમાં જોતરાયા હતા અને જંગલમાં આદિવાસી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જોકે હેલિકોપટર તૂટી પડવાની વાત આખરે અફવા નીકળતા તાપી અને ડાંગ જિલ્લાના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો .....

બાઈટ ..... વસંતભાઈ સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.