રાજ્યસરકારના મહેસૂલ વિભાગની સૂચના પ્રમાણે વ્યારા ખાતેના જિલ્લા સેવા સદનના સભાખંડમાં પ્રાંત અધિકારી તુષાર જાનીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના ખેડૂતોને સ્પર્શતા મહેસૂલી પ્રશ્નોની નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લાના અગ્રણ્ય ખેડૂતો સહિત સંબધિત અધિકારીઓ સાતે ખેડૂતોના મેહસૂલી પ્રશ્નોની ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉપયોગી માર્ગદર્શન આપતાં પ્રાંત અઘિકારીએ અગત્યના મુદ્ધાઓને ધ્યાનમાં લઈ તેનો તાત્કાલિક નિકાલ કરવાની દિશામાં પ્રયાસ હાથ ધર્યા હતા. આમ, કિસાનોને સ્પર્શતા મહેસૂલી પ્રશ્નો સંદર્ભે નિયમ સમયાંતરે જુદી-જુદી કક્ષાએ બેઠકો યોજી તેના પ્રશ્નોના સાનુકૂળ નિકાલ માટે જિલ્લા પ્રશાસન પ્રયાસ કરે છે.
આ બેઠકમાં ખેતીવાડી અધિકારી એસ.બી,ગામિત, સુરતના નાયબ ખેતી નિયામક એન.જી,ગામિત, તાપીના નાયબ ખેતી નિયામક પીર.આર.ચૌધરી સહિત અને અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યાં હતા.