ETV Bharat / state

Gujarat Weather Effect: કમોસમી વરસાદે ખેડૂતોની આંખમાંથી દરિયો છલકાવ્યો, માથે હાથ દઈ રડ્યા

author img

By

Published : May 4, 2023, 11:46 AM IST

આ વર્ષે સમયાંતરે કમોસમી પડી રહેલા વરસાદે કેટલાક ખેડૂતોને રાતા પાણીએ રાડાવ્યા છે. મોંઘીદાટ દવા, બિયારણ અને મજૂરી, આખું વર્ષ ખર્ચો કર્યા બાદ કુદરતનો માર પડતા ખેડૂતો સરકાર સામે મદદની આશ સેવી બેઠા છે. ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જિલ્લામાં શિયાળા બાદ ઉનાળામાં પણ કમોસમી વરસાદનું માવઠું આવતા ખેડૂતોએ માથે હાથ મૂકવાનો વારો આવ્યો છે.

તાપી: કમોસમી પડી પડિરહેલા વરસાદે કેટલાક ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

કમોસમી પડી રહેલા વરસાદે કેટલાક ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

તાપી: તાપીમાં તાપની પડવાની જગ્યાએ તપોવન બની ગયું છે. આ તપોવનમાં ખાલી ખેડૂતો જ તપ કરી રહ્યા છે. આ તપ પાછળ કોઇ સરકાર પ્રગટ થાય તો કદાચ સારૂ. કારણ કે ગરમીના સમયમાં લીલો દુષ્કાળ પડ્યો હોય તેવી સ્થિતિ તાપીમાં જોવા મળી રહી છે. વરસાદ બારે માસ પડી રહ્યો હોય એવું લાગે છે. જેના કારણે ખેડૂતોને એક બાદ એક વર્ષ નબળા જઈ રહ્યા છે. આટલો વરસાદ પડ્યો કે, પડી રહ્યો છે. પછી પડશે કે શું થશે? પણ સરકારને પેટમાં પાણી નથી હલતું. હા એ સત્યતા છે કે, આ વરસાદથી ખેડૂત તરસ્યા નહીં. પણ ભૂખ્યા મરી જશે. ખેડૂતોની સાથે તમામ વર્ગને ભોગવવાનો વારો આવશે. કાગળ ઉપર સહાય ના સિક્કા મારવાથી ખેડૂતોના ખાતામાં પૈસા મળી જતા નથી. વાતોથી પેટ નથી ભરાતું. તે જગજાહેર વાત છે. તાપી જિલ્લામાં વરસાદ પડવાના કારણે બધો પાક ફેઈલ ગયો છે. સરકારના હાથ અને કાન ચૂંટણી સમયે જ ખુલ્લા હોય છે. તેથી સહાય સામે પ્રશ્નો છે.

આ પણ વાંચો Tapi News : નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદન અંગે ખેડૂતોનો હુંકાર, જીવ આપી દઈશ પણ જમીન નહીં

ખેડૂતોને મોટું નુકસાન: ચાલું વર્ષે હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. લોકો ત્રેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ગાજવીજ અને ભારે પવન સાથે પડી રહેલા છુટા છવાયા વરસાદને કારણે ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લાના ખેડૂતોને નુકસાની ગઈ હોવાની બૂમ ઉઠવા પામી છે. જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લો ખેતી પર આધારિત જિલ્લો છે. જેમાં અનેક ખેડૂતોનું ઘર ગુજરાન ખેતી કરી ને ચાલે છે. ખેતીના પાક થકી મળતાં વળતરથી તેઓની પુંજી ભેગી થતી હોય છે. પાકને આધારે તેઓ કમાતા હોય છે. ત્યારે કુકરમુંડા, સોનગઢ, ડોલવણ અને વ્યારા તાલુકાના ખેડૂતો વરસાદ માં પડેલા બરફ ના કરા અને પવનથી ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો Tapi News : તાપીમાં જમીન સંપાદન મુદ્દે કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણાં

યોજના પુનઃ શરૂ કરવામાં આવે: ખેડૂતોનું કહેવું છે કે કેરી, મકાઈ, મગ, કપાસ, ડાંગર અને શાકભાજી પાકો લેતા ખેડૂતોને પાકમાં પારાવાર નુકસાની થઈ રહી છે. આવા પાકોમાં રોગ-જીવાત પડતા તેનો ઊતાર ઓછો આવી રહ્યો છે. આ અંગે ખેતીવાડી, બાગાયત વિભાગ દ્વારા પણ સર્વેની કામગીરી કરાઈ રહી છે. ખેડૂતોએ પણ માંગ કરી રહ્યા છે કે, સરકાર તેમને નુકસાની અંગે સત્વરે વળતર ચૂકવે અને સરકારની બંધ પડી ગયેલા પાક વીમા યોજના પુનઃ શરૂ કરવામાં આવે. જેથી તેમને મદદ મળી રહે. Etv ભારતની ખાસ વાતચીતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ને સવાલ કરવામાં આવ્યા હતા કે જિલ્લા માં કેટલા ખેડૂતો કમોસમી વરસાદથી અસરગ્રસ્ત છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી આ મુદ્દે કંઈ પણ કહેવા તૈયાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.