ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : શું આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે ? - પુનાજી ગામીતની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક ( Vyara Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : શું આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે ?

author img

By

Published : Jun 12, 2022, 6:00 AM IST

તાપી- ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી તાપીના ફાળે 2 વિધાનસભા બેઠકો જાય છે. જેમાંની એક વ્યારા વિધાનસભા બેઠક છે. આ વિધાનસભા 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2012માં પ્રથમ વખત વ્યારા વિધાનસભા સીટ ( Vyara Assembly Seat)માટે ચૂંટણીઓ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) ઉપલક્ષમાં કેટલીક મહત્ત્વની બાબતો આ પ્રમાણે છે.

વ્યારા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી -2017ના આંકડા પ્રમાણે વ્યારા વિધાનસભા બેઠક ( Vyara Assembly Seat)પર ફુલ 2,22,629 મતદારો છે. જ્યારે ચૂંટણીપંચના આંકડા પ્રમાણે અહીં 1,08,687 પુરુષ મતદારો, 1,13,942 સ્ત્રી મતદારો મળીને કુલ 2,22,629 મતદારો છે. અહીં મોટાભાગે લોકો શિક્ષિત છે. વ્યારા નગરપાલિકાના સાત વોર્ડ વ્યારા વિધાનસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. આ બેઠક જાતિ અને આર્થિક સમીકરણ જોઇએ તો વ્યારા મતક્ષેત્ર શહેરી વિસ્તાર હોવાથી અહીં જાતિગત સમીકરણ ઓછા અને આર્થિક સમીકરણ વધુ કામ કરે છે. આ વિસ્તારમાં આદિવાસી કોમ્યુનિટી વધુ છે. પરંતુ આર્થિક સંપન્ન લોકો વધુ છે. જે વ્યવસાયિક અને શાંતિપ્રિય છે. આ વિધાનસભા બેઠકમાં ST/SC જાતિ અને ગરીબી આ ક્ષેત્રમાં ઓછી જોવા મળે છે. મુખ્ય વ્યવસાય ખેતી છે.

આ બેઠકમાં સ્ત્રી મતદારોનું પ્રમાણ વધુ છે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારો નક્કી કરે છે ઉમેદવારોનું ભાવિ

અગાઉની ચૂંટણીના પરિણામો: તાપી જિલ્લાની બે વિધાનસભા પૈકી 171 વ્યારા વિધાનસભા બેઠક ( Vyara Assembly Seat)કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે છેલ્લા ચાર ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે. હાલના ધારાસભ્ય તરીકે કૉંગ્રેસના પુનાજી ગામીત છે જેઓ વ્યારા વિધાનસભા બેઠક પરથી છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જેઓ મૂળ ગામ કરંજવેલ તા,વ્યારા જી.તાપીના વતની છે. તેઓ અત્યાર સુધી કોઈ પણ વિવાદમાં આવ્યા નથી. તેઓ એ 2012ની ચૂંટણીમાં ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,556 મતે હરાવી વિજેતા થયા હતાં. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 73,138 મતો મળ્યા હતાં. જયારે ભાજપના પ્રતાપભાઈ ગામીતને કુલ 59,582 મતો મળ્યા હતાં. ગત ચૂંટણીઓની વાત કરીયે તો 2012માં પુનાજી ગામીત ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,556 મતે હરાવી વિજેતા થયા હતાં. જયારે 2007માં કોંગ્રેસના પુનાજી ગામીત ભાજપના પ્રતાપભાઈ ગામીતને 17,472 મતે હરાવી વિજેતા થયા હતાં. જયારે 2004ની પેટા ચૂંટણીમાં તેઓએ ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,719 મતે હરાવી વિજેતા થયાં હતાં. જયારે ગત 2017ની ( Gujarat Assembly Election 2017) ચૂંટણીમાં પુનાજી ગામીતને (Punaji Gamit Seat ) 88,576 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ (Arvind Chaudhari Seat ) અરવિંદ ચૌધરીને 64,162 મત મળ્યાં હતાં.

કોંગ્રેસનો ગઢ બની રહેલી બેઠક
કોંગ્રેસનો ગઢ બની રહેલી બેઠક

વ્યારા વિધાનસભા બેઠકની ખાસિયત- વ્યારા વિધાનસભા બેઠકમાં સારા રસ્તાઓ, પાણીની સુવિધા, રમતના મેદાન, પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ, અર્બન હેલ્થ સેન્ટર, સરકારી તેમજ ટ્રસ્ટની શાળાઓ ઉપલબ્ધ છે. જો કે, મોટી દુવિધા એ છે કે આ વિસ્તારમાં મોટા પાયે બેરોજગાર યુવાનો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ( Vyara Assembly Seat)કોઈ ઇન્ડસ્ટ્રી અથવા મોટી મોટી કંપનીઓ ન હોવાને કારણે યુવાનોનું ભવિષ્ય અંધારામાં છે. વ્યારા વિધાનસભા મતક્ષેત્રમાં ડોલવણ ખાતે ઇકો ટુરિઝમ, વ્યારાનો ગાયકવાડી કિલ્લો આવેલો છે, ખાણીપીણી માટે પ્રખ્યાત અહીંયા, નાગલીના રોટલા, પાપડ તથા નાગલીમાંથી બનતી વાનગીઓ અહી પ્રખ્યાત છે. સાથે ફાસ્ટફૂડ, ચા, સોડા, મીઠાઈ, ફરસાણ વગેરે પ્રખ્યાત છે. અહીંના લોકો દરેક તહેવાર ઉત્સાહથી ઉજવે છે.

વ્યારા પ્રવાસનસ્થળ પણ છે જ
વ્યારા પ્રવાસનસ્થળ પણ છે જ

આ ચૂંટણીમાં આદિવાસી ઝૂકાવ બનશે મહત્ત્વનો - વ્યારા ( Vyara Assembly Seat)કોંગ્રેસનો ગઢ ગણાય છે. વ્યારા નગરપાલિકાની ચૂંટણી ગત વર્ષ યોજાઈ ગઈ તેમાં કોંગ્રેસને ભાજપ કરતાં વધુ મત મળ્યા હતાં. મહત્વની વાત એ હતી કોંગ્રેસના ઉમેદવાર કરતાં ભાજપનાં ઉમેદવારને વધુ મત હતાં. જેથી વ્યારા વિધાનસભા બેઠક ચૂંટણી ખૂબ મહત્વની છે. વ્યારાએ આદિવાસી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેથી આદિવાસીઓની ઝોક કોંગ્રેસતરફી રહેશે. પણ અન્ય જ્ઞાતિના લોકોમાં માળી, અનુસૂચિત જાતિ, રાણા, રબારી, લુહાર-સુથાર, ભાવસાર, જૈનો વગેરેનો ઝોક કઈ તરફ રહે છે, તેના પર 2022ની ચૂંટણીનો આધાર રહેશે. આદિવાસીનો ગઢ વ્યારા કોંગ્રેસ જ જીતતું આવ્યું છે, અને હવે 2022માં પણ (Gujarat Assembly Election 2022) કોંગ્રેસની જીત નિશ્રિત થશે તેવું રાજકીય પંડિતો માની રહ્યાં છે.

વ્યારા વિધાનસભાના મતદારોને આ જોઇએ છે
વ્યારા વિધાનસભાના મતદારોને આ જોઇએ છે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક આ વખતે પણ ભાજપના હાથમાં નહીં આવે?

વ્યારા વિધાનસભા બેઠકના મતદારોની માગ - વ્યારા વિધાનસભા બેઠકના લોકોની અપેક્ષાઓની વાત કરીએ તો અહીંના લોકો ખેતી પર નિર્ભર રહે છે. વ્યક્તિસ્વાતંત્ર્યમાં વધુ માને છે. તહેવારોને પરિવાર સાથે ઉજવવો એટલે શાંતિ અને સલામતી જળવાય. વિસ્તારનો આર્થિક વિકાસ થાય. રમતક્ષેત્રે યુવાનો આગળ વધે. ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે તકો વધે તેવું તેમનું માનવું છે. એમ તો વ્યારા વિસ્તાર ( Vyara Assembly Seat) એ તાપી જિલ્લાનો મુખ્ય સુવિધા ધરાવતો વિસ્તાર ગણાય છે, પણ હવે તેની આજુબાજુનો વિસ્તાર વધુ પોશ થઈ ગયો છે. વર્ષો પહેલા વ્યારા ગામ હતું, તેની આજુબાજુનો વિસ્તાર વધુ ડેવલપ થયો છે. હાલમાં તાપી નર્મદા રિવર લિંક યોજના રદ કરાઇ છે. શ્વેત પત્ર માગણી સાથેે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ભાજપ માટેે વિધાનસભા 2022માં (Gujarat Assembly Election 2022) મોટી સમસ્યારુપ આ બેઠક બની શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.