તાપીઃ ખેતી ક્ષેત્રે આધુનિકતા આવે અને રોજબરોજ મજૂરોની ઘટને પગલે ખેતીને રોગ જીવાતથી થતા પારાવાર નુકશાની થતી હોય છે. જેને પહોંચી વળવા માટે મજૂરોની જગ્યાએ ડ્રોન દ્વારા ખેતરોમાં દવા છંટકાવથી લાભ (Awareness of agricultural drones use) થઈ શકે છે. આ નવા અભિગમ સાથે ડ્રોનથી દવા છંટકાવની નિદર્શનીનું આયોજન તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતોએ ડ્રોન નિદર્શનીમાં ભાગ લીધો હતો.
ડ્રોન દ્વારા રાસાયણિક દવા છંટકાવ પદ્ધતિ
દેશમાં કૃષિ ડ્રોનના ઉપયોગ અંગે ખેડૂતોને જાગૃત કરવા (Awareness of agricultural drones use) અને તેમને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ મંત્રાલય સબસિડી આપવાનું વિચારી રહ્યું છે. ડ્રોન દ્વારા દવા છંટકાવનો લઈને બાગાયતી પાકો સહિત શેરડીના પાકમાં દવા છંટકાવ પ્રક્રિયા સરળ, ઝડપી અને સસ્તી (Awareness of agricultural drones use) થઇ શકે. સાથે સાથે જૂની પ્રક્રિયા મુજબ દવા છંટકાવ કરતા મજૂરના સ્વાસ્થ્યને પણ નુકશાનકારક હતી. જેના સ્થાને હવે ડ્રોન દ્વારા રાસાયણિક દવા છંટકાવ પદ્ધતિ આદર્શ (Chemical spraying method by drone) માનવામાં આવી રહી છે. જેનું તાપી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામા આવેલ નિદર્શન ખેડૂતોને બધી રીતે હિતકારી લાગ્યું હતું, પરંતુ ડ્રોન મશીન કિંમતમાં મોંઘું હોવાને લઈને સરકાર તેમાં મધ્યસ્થી કરી મદદ કરે તેવી અપેક્ષા ખેડૂતો સેવી રહ્યા છે.
ખેડૂતોની આવક વધારવા કૃષિ ટેકનિકોને પ્રોત્સાહન
ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન (Promoting agricultural techniques to increase farmers' income) આપવામાં આવી રહ્યું છે. કૃષિ ડ્રોન પણ ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. કારણ કે આની મદદથી જંતુનાશક કે દવાઓનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં કરી શકાય છે.
![સંસ્થાઓ દેશભરમાં ખેડૂતોને ડ્રોન છાંટવાની તાલીમ આપશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14492676_drone1.jpg)
ટેકનોલોજી સસ્તી બનાવવા કવાયત
કૃષિ ડ્રોનથી ખેડૂતોનો ખર્ચ ઘટશે, સમયની બચત થશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે યોગ્ય સમયે ખેતરોમાં જંતુ વ્યવસ્થાપન કરી શકાશે. કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે “સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઈઝેશન (SMAM - Sub-Mission on Agricultural Mechanization) યોજના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ICAR સંસ્થાઓને કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેકનોલોજીને સસ્તr બનાવવા માટે શરૂ કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની (Awareness of agricultural drones use)માર્ગદર્શિકા જાહેર કરી છે.
કૃષિ ડ્રોન માટે ગ્રાન્ટ
ખેડૂતોને ડ્રોનના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કરવા માટે ડ્રોન ખરીદવા માટે 100 ટકા ગ્રાન્ટ અથવા દસ લાખ રૂપિયા સુધીની રકમ આપવાની કલ્પના કરવામાં આવી છે. આ સિવાય ખેડૂત ઉત્પાદક સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય (Grant for agricultural drones) આપવામાં આવશે. આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે.
![તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડ્રોન ટેકનોલોજીથી ખેડૂતોને અવગત કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14492676_drone2.jpg)
ખેડૂતોને જાગૃત કરવા ભારત સરકારનો પ્રયાસ
આઠથી દસ લાખ રૂપિયાના કૃષિ ડ્રોન અગ્રણી કૃષિ સંશોધન અને કૃષિ તાલીમ સંસ્થાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બદલામાં આ સંસ્થાઓ દેશભરમાં ખેડૂતોને ડ્રોન છાંટવાની તાલીમ આપશે. ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે કૃષિ ડ્રોનના ઉપયોગ વિશે જાગૃત કરવા માટે FPO અને કૃષિ સાહસિકો માટે સબસિડીવાળા દરે કૃષિ ડ્રોન આપવામાં આવશે. જેથી તેનો ઉપયોગ વધી શકે. તેમજ દેશના દરેક ખેડૂત તેનો (Awareness of agricultural drones use) ઉપયોગ કરી શકે છે.
ખેતીમાં ડ્રોનનો ઉપયોગ આ રીતે કરાય છે
1-ખેતીની જમીન અને તેના પૃથ્થક્કરણ માટે
ખેતરની જમીનની ગુણવત્તા, ફળદ્રૂપતા, જ્મીનમાં રહેલ ભેજના ટકા તેમજ જુદા જુદા પોષક તત્વો અંગેની સચોટ માહિતી મેળવવા માટે અને તેના આધારે સમયસર વાવણી, પીયત અને ખાતર વિશે નિર્ણય લેવા માટે.
2-પાકના વાવેતર માટે
વધુ વિસ્તારમાં અને ઓછા સમય અને ખર્ચમાં એકસરખી વાવણી કરવા માટે ડ્રોન બહુ અનુકુળ છે. કારણ કે હવે એવા ડ્રોન વિકસાવવામાં આવ્યા છે જે પદ્ધતિસર પાક્ની વાવણી કરી શકે છે. જેનાથી સમયમાં 75 ટકા અને વાવણી ખર્ચમાં 85 ટકા સુધીની બચત થાય છે. આ પદ્ધતિ દ્વારા ખાસ કરીને વનવિભાગ દ્વારા મોટાપાયે જંગલમાં બીજ વાવેતર કરવામાં આવે છે.
![ડ્રોનથી ખેતરમાં દવા છંટકાવની નિદર્શની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14492676_drone3.jpg)
3-પાકમાં દવાના છંટકાવ માટે
આખા વિસ્તારમાં અથવા ખેતરના કોઈ એક ભાગમાં રોગ, જીવાત અથવા નિંદામણનો ઉપદ્રવ થયો હોય તો ડ્રોન દ્વારા તે જ્ગ્યા પર યોગ્ય પ્રમાણમાં દવા છાંટી ઉપદ્રવને કાબૂમાં (Awareness of agricultural drones use)લાવી શકાય. આ ઉપરાંત વધુ ઉંચાઇવાળા પાકો જેવા કે નારિયેળી, સોપારી, ખારેક અને આંબા વગેરેમાં ડ્રોનથી દવા છાંટવાનું કાર્ય સહેલાઇથી થઇ શકે છે અને સમય અને પૈસા બંનેેની બચત થાય છે.
4-પાકમાં પીયતનું નિયમન અને વ્યવસ્થા માટે
પાકને ક્યારે અને કેટલું પાણી આપવું તે પણ ડ્રોનમાં રહેલા વિવિધ ઉપકરણો દ્વારા નક્કી કરી શકાય છે અને ખેતરના કયા ભાગમાં ભેજની અછત છે તે જાણી શકાય છે. આ માહિતીનો ઉપયોગ કરી ખેડુતમિત્રો અનુકુળ સમયે પાકને પીયત અને ખાતરનું આયોજન કરી શકે છે.
5-પાક્માં થયેલ નુકસાનીના સર્વેક્ષણ માટે
વીમા કંપનીઓ અતિવૃષ્ટિ, આગ અથવા પૂર જેવી કુદરતી આપદાઓ તેમજ રોગ જીવાતથી થયેલ નુકસાનની સચોટ માહિતી ડ્રોન દ્વારા મેળવે છે અને તેનો ઉપયોગ (Awareness of agricultural drones use) કરી વીમાની રકમ ચુકવે છે.
6-ડ્રોનના ઉપયોગથી થતા ફાયદા
સમયસર અને સુરક્ષિત કીટનાશકોનો છંટકાવ કરી પાકને બચાવી શકાય છે. આ ઉપરાંત સમયસર પાક ઉત્પાદનની કામગીરી થવાથી વધુ ઉત્પાદન મળે છે.
7-ડ્રોન દ્વારા કામ ઝડપથી થવાથી સમયની બચત
8-સરકારી સંસ્થાઓ અને વીમા કંપનીઓ ઓછા સમયમાં મોટા વિસ્તારમાં વધુમાં વધુ ખેડૂતમિત્રો સુધી સેવા પહોંચાડી શકે છે.
ખેતીમાં ડ્રોનના ઉપયોગથી થતા ફાયદાને અનુલક્ષીને આપણા દેશમાં ડ્રોનનો ખેતીમાં ઉપયોગ (Awareness of agricultural drones use) દિવસે દિવસે વધતો જાય છે. સરકાર દ્વારા પણ આવી ટેકનિકને પ્રોત્સાહન આપવા માટે નવા નવા સંશોધનો થઇ રહ્યાં છે.