તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વનવિભાગની ટીમને બાતમી મળી હતી કે ગુજરાતથી ટાટા સુમો ગાડીમાં ખેરના લાકડાની મહારાષ્ટ્ર તરફ તસ્કરી થનાર છે. જે આધારે ઉચ્છલ આર.એફ.ઓ ઉપેન્દ્ર રાઉલજી અને તેમની ટીમે ચચરમુંડાથી કારનો પીછો કરી કટાસવાણ ગામ નજીક ટાટા સુમો કારને આતરી ઉભી રાખી સઘન તપાસ હાથ ધરતા કારમાંથી 10, 532 ના ખેરના લાકડાની ઝથ્થો મળી આવ્યો હતો.
ઉચ્છલ વનવિભાગે આ ગેરકાયદેસર લાકડા તેમજ ટાટા સુમો કાર મળી 1,10,523નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક વિનાયક શિવાજી ગાવીતની ધરપકડ કરી હતી, જ્યારે આ ખેરના લાકડા મંગાવનાર નવાપુરા તાલુકાના જામતળાવના પરેશ સુરેશ ગાવીત તેમજ કારનું પાયલોટિંગ કરનાર સનીયા ગાવીતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.