ઉનાળામાં મળતા ફળોમાં તાડફળીનું ફળ એટલે કે, ગલેલી પણ ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. આ ફળની ખાસીયત એ છે કે, તે ઠંડી હોય છે અને તેની સાથે તે ફક્ત ઉનાળાની સીઝનમાં જ મળતી હોય છે. મુખ્ય રીતે આ ફળ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે. આદિવાસી પંથક ગણાતા તાપી જિલ્લામાં મહુવા અને વાલોડ પંથકમાં તેનું વધુ ઉત્પાદન થતું હોય છે.
ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગલેલીનું વેચાણ કરી રહ્યા છે. સામાન્ય રીતે ગલેલી આરોગ્ય માટે પણ ગુણકારી છે એ એક કુદરતની દેણ ગણાય છે. જાહેર રસ્તાની બાજુમાં તેનું વેચાણ કરતા હોવાને કારણે ત્યાંથી પસાર થતા મુસાફર તેમજ વાહન ચાલકો પણ ઘડી બે ઘડી થોભી આ ગલેલીનો સ્વાદ માણવાનું ચુકતા નથી. આ સાથે જ સ્થાનિકોને રોજગારી પણ મેળવી રહ્યા છે.