ETV Bharat / state

સોનગઢમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન

તાપી જિલ્લાના સૌથી મોટા તાલુકા સોનગઢ ખાતે તમામ પ્રકારની સુવિધા પ્રદાન કરતી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ કરતુ એક આવેદન સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તાપી કલેક્ટરને પાઠવાયું હતું. જેમાં સોનગઢ તાલુકો જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. થતાં આરોગ્ય માટેની કોઇ સુવિધા ઉપલ્બધ્ધ નથી.

સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન

author img

By

Published : May 27, 2021, 9:48 AM IST

  • સોનગઢ તાલુકોએ તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો
  • તમામ પ્રકારની સુવિધા પ્રદાન કરતી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ
  • કોરોના મહામારીમાં કોઈ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ નહિ

તાપી : જિલ્લાના સૌથી મોટા તાલુકા સોનગઢ ખાતે તમામ પ્રકારની સુવિધા પ્રદાન કરતી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ કરતુ એક આવેદન સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તાપી કલેક્ટરને પાઠવાયું હતું. જેમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે, સોનગઢ તાલુકોએ તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. સોનગઢ તાલુકામાં 179 ગામો અને 1 નગરપાલિકા, જે. કે. પેપર લિ., થર્મલ પાવર સ્ટેશન, ઉકાઈ ડેમ આવેલા છે.

105 કિ.મિ લંબાઈમાં વસેલા સોનગઢમાં ફક્ત નાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર

મોટો તાલુકો અને વધારે વસ્તી હોવા છતાં અન્યાય કેમ ? આદિવાસીઓની સેવા કરવાના બણગાં ફૂંકતી રાજ્ય સરકાર સોનગઢ તાલુકામાં આરોગ્ય સેવા આપવામાં ઉણી ઉતરી રહી છે. 105 કિ.મિ લંબાઈમાં વસેલા સોનગઢમાં ફક્ત તાલુકા-શહેર સોનગઢમાં જ નાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવાથી આદિવાસી પ્રજાને આરોગ્યની સેવા કેવી મળતી હશે તેનો વિચાર પણ કંપાવી દે તેવો છે.

આ પણ વાંચો : તાપી:જિલ્લાની હોસ્પિટલોમાં ફરજ બજાવતા નર્સો અને નર્સિંગ સ્ટુડન્ટોની હડતાળ

વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સોનગઢનું આરોગ્ય કેન્દ્ર નાનું પડે

સોનગઢ તાલુકો આદિવાસી તાલુકો છે, પરંતુ અંતરિયાળ ગામો તાલુકા મથકથી દૂર આવેલા છે. એ સંજોગોમાં દૂર-દૂર વસતા આદિવાસીઓને સારવાર માટે સોનગઢ આવવું પડે છે. તાલુકામાં 179 ગામો આવેલા છે. આ તમામ ગામોમાં 90 % વસ્તી આદિવાસીઓની છે, આ આદિવાસીઓએ આરોગ્ય સારવાર માટે તાલુકા મથકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જ આધાર રાખવો પડે છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સોનગઢનું આરોગ્ય કેન્દ્ર નાનું પડે છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે 50 બેડની વ્યવસ્થા

સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે 50 બેડની વ્યવસ્થા છે, જેને કારણે તે નાનું પડે છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આદિવાસીઓને પુરતી સારવાર મળી રહે એ માટે આ વિસ્તારમાં બહુધા જોવા મળતા તમામ રોગોની સારવાર મળી રહે એ જરૂરી છે. એ તમામ રોગો માટેના તબીબોની પણ સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક થવી જોઇએ, આધુનિક સુવિધાથી સજ્જ એવું સામુહિક આરોગ્ય કેન્દ્ર મોટું હોવું જોઇએ.

આ પણ વાંચો : કોરોના કહેર અંગેની સરકારી નીતિઓને કારણે ગીર સોમનાથના ગામડાઓ બન્યા સુપર સ્‍પ્રેડર

ઈમરજન્સી વખતે દર્દીને સુવિધા ના હોવાને કારણે વ્યારા રિફર કરવા પડે

સોનગઢ તાલુકાના આદિવાસીઓને તમામ પ્રકારની સારવાર અહી જ મળે એ આદર્શ સ્થિતી હોવી જોઇએ. એ જોતા સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવું જોઇએ, અહીં જ તમામ સારવાર મળી રહે એવી સુવિધા ઊભી થવી જોઇએ. તેમજ વધુમાં જણાવવાનું કે, સોનગઢ તાલુકામાં કોરોના મહામારીમાં પણ કોઈ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ ન હતી. સોનગઢ તાલુકામાં એક પણ ફિજીશીયન ડોક્ટર નથી , વેન્ટિલેટરની કોઈ સુવિધા નથી, કોઈ પણ ઈમરજન્સી વખતે દર્દીને સુવિધા ના હોવાને કારણે વ્યારા રિફર કરવા પડે છે. ઘણી વાર આકસ્મિક ઘટનામાં સુવિધા ન હોવાના કારણે દર્દીઓના જીવ પણ જતાં રહે છે. જે અતિ ગંભીર બાબત છે.

1 જુલાઈએ ખુબ જ મોટું આંદોલન કરવાની ચીમકી

સોનગઢ તાલુકાના લોકોના હિત માટે વિનંતી સહ માંગણી લોકોના સ્વાથ્ય માટેની હોવાથી ઘણા વર્ષથી રજૂઆતો, આવેદન પત્ર આપ્યા છતાં અમારી માંગણીનો જવાબ અમને મળ્યો નથી. ધીરજનો અંત આવી ગયો હોવાથી કોરોના મહામારીમાં પણ 1 જુલાઈએ ખુબ જ મોટું આંદોલન કરીશું. જેની સઘળી જવાબદારી સરકારની રહેશેનો ઉલ્લેખ આ આવેદનમાં કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.