તાપી જિલ્લા પંચાયત સિચાઈ (Scotch Award) વિભાગમાં કાર્યપાલક ઈજનેરને પોતાની પૂર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓ આત્યર સુધીમાં 18 થી વધુ એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ સાથે જ તાપી જિલ્લા સેવા સદનમાં એક માત્ર વિભાગ એવું છે, જેમાં તેમણે પોતાના વિભાગની ઓફિસની બહાર આમ જનતા માટે ફરિયાદ પેટીની સુવિધા ઉભી કરી ઉતમ કામગીરીની વ્યાખ્યા ઊભી કરી છે.
તાપી જિલ્લા સેવા સદન ખાતે સિંચાઇ (Scotch Award)વિભાગ ખાતે કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ધર્મેશ પટેલ જેઓ વર્ષ 2018માં ભાવનગર જિલ્લામાં સિંચાઇ ખાતાના કાર્યપાલક ઇજનેર તરીકે કારભાર સંભાળ્યો હતો તે દમિયાન ભાલ પ્રદેશના પાણી ભરાવાની સમસ્યાથી લગભગ ૨૫ વર્ષથી લોકો સમસ્યાનો સામનો કરતા હતા અને કાયમી હલ માટે માંગ કરી રહ્યા હતા પણ કુદરતની વિષમ પરિસ્થિતિને કારણે કામ થોડું સંઘર્ષ ભર્યું અને મુશ્કેલ હતું પણ અશક્ય ન હતું હકીકતમાં ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તાર જ્યાં કાળુભાર સહિત સાત નદીઓ ભેગી થાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધર્મેશભાઈ પટેલ જેવા અધિકારી કટિબદ્ધ બન્યા હતા જેને લઇને તેમણે રાષ્ટ્રીય કક્ષાની પ્રસઘ્ધિ મેળવી છે.
છેલ્લા ત્રણ મહિનાથી તાપી જિલ્લામાં ફરજ બજાવતા ડી.આર.પટેલે ETV Bharat સાથેની ખાસ વાત કરતાં જણાવ્યું હતું કે, ભાલ વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે એ 500 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં સૌપ્રથમ સર્વે કામગીરી આદરી હતી અને કઇ રીતે પાણી બહાર કાઢવું એના વિચાર મંથન બાદ ચેનલનું કામ શરૂ કર્યું હતું. કુલ 25 કિલોમીટર લાંબી ચેનલ 15 મીટર પહોળી અને 3.5 મીટર ઊંડી છે ચોમાસામાં વેરવિખેર નદીઓનું પાણી વિવિધ ચેનલમાં વહીને મેઈન ચેનલમાં એકત્ર થાય અને ત્યાંથી બધુ પાણી દરિયામાં ઠલવાય અને સાથે સાથે લોકોની મુસીબતો પણ જાણે આ જ દરિયામાં ઠલવાય ગઇ ' વર્ષ 2021થી ભાલ વિસ્તારની આ સમસ્યાનો હલ આવતા લોકોમાં તો ખુશી છે જ પણ સરકાર પણ ખુશ થઇ અને હાલમાં જ એમના ઇજનેરી કૌશલ્યથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો ગુડ ગવર્નન્સથી ઉકેલ લાવવાં માટે ' સ્કોચ ' એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં.
સુજલામ સુફલામની બેસ્ટ કામગીરી, (Scotch Award) વર્ષ 2020 માં ભાવનગરમાં કોરોના વોરીયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડ મળ્યા છે તો બેસ્ટ ઇજનેરનો એવોર્ડ પણ મળ્યો. એમને અત્યાર સુધીમાં 18થી વધુ સન્માનય એવોર્ડ મળી ચૂકયાં છે ત્યારે હાલ તાપી જિલ્લા સેવા સદનમાં સિંચાઈ વિભાગની કચેરીએ તેવો દ્વારા આમ જનતા ની સમસ્યા ને વહેલી તમે ન્યાય આપી શકાય અને પ્રશાસન ની કામગિરી અને જનતા ની સમસ્યા વચ્ચે ની કામગીરી ગુડ ગવર્નન્સ તરફી થાય તે હેતુ થી કચેરી બહાર ફરીયાદ ફેટી પણ મૂકવામાં આવી છે.