તાપી વરઘોડા તો તમે અનેક જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય બસનો વરઘોડો જોયો છે. હા, આજે તાપી જિલ્લાના સોનગઢમાં આવેલા સાંડકુવા અને બોરકુવા ગામ ખાતે એક બસનો વરઘોડો નીકળ્યો (Bus Varghodo in Songadh Tapi) હતો. જેનું કારણ એ હતું કે આ ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ બસની સુવિધા મળી છે. આ બસને ગામવાસીઓએ દુલ્હનની જેમ શણગારી હતી. આખા ગામમાં ફેરવી હતી. આપણે રસ્તા ઘણા વરઘોડા જતા જોતા હોઈએ છીએ. એ વર વધુનો હોય કે પછી કોઈ કથાને લઈને શોભાયાત્રા નીકળતી હોય છે, પરંતુ આપણે આજ સુધી ક્યારેય બસનો વરઘોડો નીકળતો જોયો નથી.
લોકોને બસની પણ સુવિધા મળી ન હતી એક એવા અંતરિયાળ આદિવાસી ગામ માટે અવરજવર માટે બસનું કેટલું મહત્વ હોય છે તે આ વરઘોડા પરથી ખબર પડે છે. મોટા સાત શીલા, મયાલી, કાળા ઘાટ ગામ,સાંડકુવા અને બોરકુવા આ તમામ ગામો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના (Tapi District Songarh Taluka) અંતરિયાળ આદિવાસી ગામો છે. જ્યાં 75 વર્ષ સુધી અવર જવર કરવા માટે કોઈપણ સાધન ઉપલબ્ધ ન હતું. એટલે સુધી કે અહીંના ગામના લોકોને બસની પણ સુવિધા મળી ન હતી.
75 વર્ષ બાદ બસની સુવિધા મળી જોકે આટલી રજૂઆતો કર્યા બાદ હવે સરપંચ અને સરકારના પ્રયત્નોથી આ ગામમાં 75 વર્ષ બાદ બસની સુવિધા મળી છે. બસની સુવિધા મળવાના કારણે ગામજનો એટલા ખુશ હતા કે તેમણે આખી બસને દુલ્હનની જેમ શણગારી કરીને કળશ શોભાયાત્રા સાથે DJ સાથે ગામ લોકોએ આ બસનો વરઘોડો કાઢ્યો હતો. સમગ્ર ગામમાં ફેરવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
ગ્રામ પંચાયતનાં પાંચમાંથી ત્રણ ગ્રામ પંચાયતના ગામોની માંગણી જયારે જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સુનીલ ગામીતે જણાવ્યું હતું કે, જૂથ ગ્રામ પંચાયતનાં પાંચમાંથી ત્રણ ગ્રામ પંચાયતના ગામોની માંગણી કરી હતી કે, આટલા વર્ષો સુધી અમે જે દોઢ બે કિલોમીટર સુધી ચાલીને બસની સુવિધા માટે અમે સોનગઢ જવા માટે જે કે અમને તકલીફ પડતી હતી. એના માટે અમે આ જ્યારે એવું બધું પ્રશ્ન વેઠીને ત્યારબાદ અમને લાગ્યું કે, આ ગામ માટે કંઈક અમે વિચારીએ કે લોકો આજે જે કે તકલીફ છે. વિદ્યાર્થીઓની તકલીફ છે. એને ધ્યાનમાં લઈને મે સરપંચ એસોસિયેશનમાં જાણ કરી અને આ લોકોને સરપંચોની મદદથી ડેપો મેનેજર પાસે ગયા હતા. જ્યારે એ લોકોને અમારી આપવીતી જણાવી ત્યારે એમણે માગણી સ્વીકારી છે. આજે હું આનંદ અનુભવી રહ્યો છું કે, મારા ગામમાં આજે કે મોટા સાત્સિલા, મયાલી ગામ અને કાળા ઘાટ આમ ત્રણ ગામોના જે વિદ્યાર્થીઓ છે. સુવિધા લેનાર વ્યક્તિઓ છે. આ ખુશી અનુભવી રહ્યા છે કે અમને આ લાભ મળ્યો માટે તંત્રનો પણ આભાર માનું છું.
બસ ડેપો મેનેજરને રજૂઆત કોલજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મહિમાએ જાણવું હતું કે, અમને કોલેજ જવા માટે અગવડ પડતી હતી. તે સરપંચ અને ગ્રામજનોની મહેનતથી અમે આગળ આવ્યા છીએ. અમે અગાઉ દોઢથી બે કિલોમીટર જેટલું ચાલીને જતા હતા. સાથે જ વડપાડા જુથ ગ્રામ પંચાયતનાં સરપંચ અનિલ ગામીત જણાવે છે કે, બાજુના ગામના સરપંચ સુનીલભાઈ ગામીત છેલ્લા ઘણા સમયથી બસની સમસ્યાને લઈને વારંવાર સંગઠનમાં રજૂઆત કરતા હતા. અમે બધા સરપંચ ભેગા થઈને બસ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. મેનેજર દ્વારા અમારી માંગને પૂરી કરી હતી. આ સાથે આઝાદીના 75માં વર્ષમાં ગામને બસ મળી હતી. જેને લઈને ગામના લોકોમાં ખુશી જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને બસની સુવિધા હવે મળશે.