ETV Bharat / state

બારડોલીમાં 73 કિ.મી કાપી સ્વાતંત્ર દિવસની કરાઇ અનોખી ઉજવણી, જુઓ કઇ રીતે - લિમ્કા બુક

તાપી: બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકર દ્વારા 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સાગર ઠાકર અને તેના બે પુત્રોએ 24 કલાકમાં 73 કી.મી સ્કેટિંગ કરી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Tapi
author img

By

Published : Aug 16, 2019, 7:08 PM IST

Updated : Aug 16, 2019, 8:29 PM IST

કોઈ પણ નવો રેકોર્ડ બનાવો એટલે તેની નોંધ વર્લ્ડ રેકોર્ડ બુક, લિમ્કા બુક, ગિનિસ બુક કે પછી એશિયા બુકમાં કરવામાં આવે છે. બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરનું નામ આ દરેક રેકોર્ડ બુકમાં જોવા મળશે. અનેક રેકોર્ડ સર્જ્યા બાદ સાગર ઠાકરે 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ અનોખી રીતે કરતા એક નવો રેકોર્ડ નોંધાયો હતો. સાગરે પોતાના બંને પુત્ર રિધાન અને રુદ્રાક્ષ સાથે મળીને 24 કલાકમાં 73 કી.મીનું અંતર સ્કેટિંગ કરીને કાપ્યું હતું અને આ પિતા પુત્રની ત્રિપુટીએ આ નવા રેકોર્ડનું સર્જન કરી લિમ્કા બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

બારડોલીમાં સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી, 73 કિ.મી કાપી બનાવ્યો રોર્કોડ

આજના યુગમાં બાળકોમાં મોબાઈલ અને ટેબલેટનો ઉપયોગ ઘણો વધી ગયો છે. જેના કારણે બાળકો બાહ્ય દુનિયાને ભૂલી રહ્યા છે અને બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો પોતાના બાળકોમાં સાહસનું પ્રમાણ વધે અને બાહ્ય દુનિયાનો આનંદ મેળવી શકે તેવા હેતુથી સાગર ઠાકર પોતાના 9 અને 6 વર્ષીય બાળકોને સ્કેટિંગ રેકોર્ડ બનાવવાં નીકળ્યા હતા અને બંને બાળકોએ પણ આ સાહસ કરતા કરતા ખૂબ આનંદ માણ્યો હતો.

પિતા પુત્રની આ ત્રિપુટીએ રેકોર્ડની શરૂઆત 15મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના વ્યારાથી કરી હતી અને વ્યારાથી સોનગઢ થઈ ભારતના આઝાદીના 73 વર્ષ જેટલા 73 કિલોમીટરનું અંતર સ્કેટિંગ પર કાપી બારડોલી પહોંચી રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ નોંધાવ્યા બાદ પોતાના વતન પરત ફરેલા પિતા પુત્રની આ સાહસિક કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી હતી અને ઉત્સાહ પૂર્વક તેઓનું સ્વાગત કર્યું હતું.

Intro: બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકર દ્વારા 73 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી , સાગર ઠાકર અને તેના બે પુત્રોએ 24 કલાકમાં 73 કી. મી સ્કેટિંગ કરી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો....

Body:કોઈ પણ નવો રેકોર્ડ બનાવો એટલે એની નોંધ વલ્ડ રેકોર્ડ બુક, લિમ્કા બુક, ગિનિસ બુક કે પછી એશિયા બુકમાં કરવામાં આવે છે, બારડોલીના સાહસિક યુવાન સાગર ઠાકરનું નામ આ દરેક રેકોર્ડ બુકમાં જોવા મળશે , અનેકો રેકોર્ડ સર્જ્યા બાદ સાગર ઠાકરે 73 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરતા એક નવો રેકોર્ડ નોંધાવ્યો હતો, સાગરે પોતાના બંને પુત્ર રિધાન અને રુદ્રાક્ષ સાથે મળીને 24 કલાક માં 73 કી. મી નું અંતર સ્કેટિંગ કરીને કાપ્યું હતું અને આ પિતા પુત્રની ત્રિપુટી એ આ નવા રેકોર્ડ નું સર્જન કરી લિમ્કા બુકમાં પોતાનું નામ નોધાવ્યું હતું...
આજના યુગમાં બાળકોમાં મોબાઈલ અને ટેબલેટ નો ઉપયોગ ઘણો વધી ગયો છે જેના કારણે બાળકો બાહ્ય દુનિયાને ભૂલી રહ્યા છે અને બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટી રહ્યું છે તો પોતાના બાળકોમાં સાહસનું પ્રમાણ વધે અને બાહ્ય દુનિયાનો આનંદ મેળવી શકે તેવા હેતુથી સાગર ઠાકર પોતાના 9 અને 6 વર્ષીય બાળકોને સ્કેટિંગ રેકોર્ડ બનાવવાં નીકળ્યા હતા અને બંને બાળકોએ પણ આ સાહસ કરતા કરતા ખૂબ આનંદ માણ્યો હતો ....

Conclusion:પિતા પુત્રની આ ત્રિપુટીએ રેકોર્ડની શરૂઆત 15 મી ઓગષ્ટ ના રોજ તાપી જિલ્લાના વ્યારા થી કરી હતી અને વ્યારા થી સોનગઢ થઈ ભારતના આઝાદીના 73 વર્ષ જેટલા 73 કિલોમીટર નું અંતર સ્કેટિંગ પર કાપી બારડોલી પહોંચી રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો , આ રેકોર્ડ નોંધાવ્યા બાદ પોતાના વતન પરત ફરેલા પિતા પુત્રની આ સાહસિક કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી હતી અને ઉત્સાહ પૂર્વક તેઓનું સ્વાગત કર્યું હતું....

બાઈટ 1.... સાગર ઠાકર... રેકોર્ડ બનાવનાર પિતા

બાઈટ 2 .....રુદ્રાક્ષ ઠાકર .... રેકોર્ડ સર્જનાર બાળક

બાઈટ 3 ..... રિધાન ઠાકર .... રેકોર્ડ સર્જનાર બાળક
Last Updated : Aug 16, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.