ETV Bharat / state

Student committed suicide : તાપીમાં આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, કારણ અકબંધ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામની આશ્રમ શાળાના કુમાર છાત્રાલયના પાછળના ભાગે ગળે બેલ્ટ બાંધી ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આરંભી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2023, 5:12 PM IST

Student committed suicide

તાપી : જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામની આશ્રમ શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સંદીપ દગરાએ અગમ્ય કારણોસર કુમાર છાત્રાલયના પાછળના ભાગે પતરાના શેડ સાથે બેલ્ટ બાંધી આત્મહત્યા કરી લીધી હતી. સંચાલકો અને ગૃહપતિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં પરિવારના સભ્યોને જાણ કરતા કપરાડા તાલુકાના ચેપા ગામથી પરિવાર ઘટના સ્થળે આવી પોહોચ્યો હતો. બાદમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. બનાવને લઈ ગૃહપતિના જણાવ્યા મુજબ કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્યુસાઈડ કર્યું છે. વોચમેન રાઉન્ડ મારતા ઘટનાની જાણ થતાં પોલીસ અને વિદ્યાર્થીના વાલીને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થી એ કયા કારણોસર માટે આત્મહત્યા કરી છે, તે હાલ જાણવા મળ્યું નથી. હાલમાં આશ્રમ શાળામાં ધોરણ દસ અને નવની એક્ઝામ ચાલી રહી છે. છોકરો હોશિયાર અને શાંત સ્વભાવનો હતો. - અનિલભાઈ, આશ્રમ શાળાના ગૃહપતિ

આત્મહત્યાનું કારણ અકબંધ : હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા આશ્રમના બીજા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાને લઈ ચકચાર મચી ગયો છે. ત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતો સંદીપ કાવાજી ઉંમર વર્ષ 16 નાઓએ હોસ્ટેલ બિલ્ડિંગના પાછળના ભાગે જઈ ગળે બેલ્ટ બાંધી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આશરે રાત્રીના ચાર વાગ્યાની આસપાસ જ્યારે વોચમેન ચેક કરવા નીકળ્યો ત્યારે તેણે હોસ્ટેલના પાછળના ભાગે ગળે ફાસો ખાધેલ હાલતમાં વિદ્યાર્થીને જોતા ગૃહપતિને જાણ કરતા તરત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે આવતા બોડીને વિડિયોગ્રાફી કરી ઉતારવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીના વાલી ઘટના સ્થળે આવતા વિદ્યાર્થીની બોડી નીચે ઉતરેલી જોતા રોસે ભરાયા હતા અને પોલીસને જણાવ્યું હતું કે આશ્રમના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે.

  1. Surat Rape Case : સુરતમાં ભંગારના વેપારીએ સગીરાને બનાવી હવસનો શિકાર, આવી રીતે ફુટ્યો ભાંડો
  2. Newborn Child Body: બારડોલીના મંદિર પાસેથી માથા અને હાથ વગરના નવજાત બાળકનો મૃતદેહ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.