- તાપી જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો
- 20 લોકોએ કોરોનાને માત
- અત્યાર સુધી જિલ્લામાં 3,144 લોકો ડિસ્ચાર્જ
તાપી: જિલ્લામાં કોરોના વાઈરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે, તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જિલ્લામાં આજે કોરોના વાઈરસના નવા 6 કેસ નોંધાયા છે. જેની સામે 20 લોકોએ કોરોનાને માત આપી છે. આજે કોરોના સારવાર દરમિયાન એક પણ વ્યક્તિનું મોત થયેલું નથી. કુલ મૃત્યુઆંક 122 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: Gujarat corona update: છેલ્લાં 24 કલાકમાં 9,302 દર્દીઓ થયા સ્વસ્થ
જિલ્લામાં 6 નવા કેસ નોંધાયા
કુલ મળીને જિલ્લાનાં કોરોના કેસનો આંકડો 3,833 પર પહોંચ્યો. જિલ્લામાં આજે 20 લોકોએ કોરોનાને માત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,144 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંકડો 90 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: આનંદો... ગુજરાતમાં કોરોના પોઝિટિવ રેટ ઘટતો જઈ રહ્યો છે, બીજા રાજ્યો કરતાં રીકવરી રેટમાં પાછળ
તાપી કોરોના અપડેટ: આજે 6 નવા કેસ નોંધાયા જેની વિગત
1 | 39 વર્ષિય પુરુષ | કુંભાર ફળિયું | કણજોડ,તા.વાલોડ |
2 | 35 વર્ષિય મહિલા | કુંભાર ફળિયું | કણજોડ,તા.વાલોડ |
3 | 35 વર્ષિય પુરુષ | ચાસા ફળિયું | તીતવા,તા.વાલોડ |
4 | 52 વર્ષિય મહિલા | ચાસા ફળિયું | તીતવા,તા.વાલોડ |
5 | 28 વર્ષિય પુરુષ | - | બરડીપાડા,તા.ડોલવણ |
6 | 34 વર્ષિય પુરુષ | તુલસી પાર્ક | વ્યારા |
28 મેના રોજ ક્યાં કેટલા કેસ નોંધાયા ?
તાપી જિલ્લામાં વાલોડ 4, વ્યારા 1, ડોલવણ 1 જ્યારે સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં એક પણ કેસ નોંધાયો નથી.