તાપી : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની રેલમછેલ રહે છે. જોકે, પોલીસ વિભાગ પણ આ અંગે કડક કાર્યવાહી કરતી હોય છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ સહિતના પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લામાં ઝડપાયેલા કુલ 1 કરોડ 73 લાખના વિદેશી દારૂ પર રોલર ફેરવવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વહીવટી વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશી દારૂની નદીઓ વહી : તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ, વ્યારા, ઉકાઈ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા સહિત આઠ જેટલા પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટમાં કુલ વિદેશી દારૂના 759 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 1 લાખ 48 હજારથી વધુ દારૂની બોટલ ઝડપવામાં આવી હતી. જેની કુલ કિંમત 1 કરોડ 73 લાખ થાય છે. તાપી જિલ્લામાં ટેન્કર ભરીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસના હાથે ચડી જાય છે.
આજરોજ વ્યારાથી બારડોલી જતા બાજીપુરાના બંધ રોડ પર વિદેશી દારૂનો નિકાલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિદેશી દારૂના 759 કેસો અને વિદેશી દારૂની કુલ બોટલ 1 લાખ 48 હજાર 658 છે. કુલ કિંમત 1 કરોડ 73 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. -- જે. એસ. નાયક (DySP, તાપી)
1 કરોડની કિંમતનો દારૂ : તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ તમામ પોલીસ સ્ટેશન કચેરી તથા આઉટપોસ્ટ ખાતે સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજરોજ વ્યારાથી બારડોલી જતા બાજીપુરાના બંધ રોડ પર વિદેશી દારૂનો નિકાલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિદેશી દારૂના 759 કેસો અને વિદેશી દારૂની કુલ બોટલ 1 લાખ 48 હજાર 658 છે. કુલ કિંમત 1 કરોડ 73 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. આ તકે એસડીએમ તથા નશાબંધીના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ બાબતે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
તાપી પોલીસની કાર્યવાહી : ગુજરાતનો તાપી જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો વિસ્તાર છે. મહારાષ્ટ્રની બોર્ડર પાસે હોવાને કારણે બૂટલેગરો અવારનવાર તાપી જિલ્લામાંથી વિદેશી દારૂની ખેપ મારી ગુજરાતમાં દારૂ પહોંચાડતા હોય છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા ઝડપી લેવાતા દારૂનો આજે નાશ કરી દેવાયો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરી દેવામાં આવી છે.