દિવ્યાંગ માતા-પિતાના પુત્ર કિરણ વાણીયાએ મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષામાં 720 માંથી 481 માર્કેસ સાથે સ્કૂલમાં પ્રથમ સ્થાન અને જિલ્લામાં ત્રીજા સ્થાને પાપ્ત કરીને સમાજનું અને જિલ્લાનુ નામ રોશન કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ 80 ફુટ રોડ પર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહીને દિવ્યાંગ માતા-પિતા ગૌરીબેન અને અમૃતભાઈ વાણીયાએ મજૂરી કામ કરીને પોતાના પુત્ર કિરણને વગર ટ્યુશને ધોરણ 12 સાયન્સમાં 97.21 ટકા આવ્યા હતા. જેમણે ગુજકેટમાં 99 ટકા સાથે સ્કૂલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષામાં પણ 720 માંથી 481 માર્ક સાથે સ્કૂલમાં પ્રથમ, જિલ્લામાં ત્રીજું સ્થાન અને ભારતમાં 2011મો નંબર લાવીને સ્કૂલ નામ રોશન કર્યું હતું.
માતા-પિતા બન્ને દિવ્યાંગ હોવા છતાં એક ખેત મજૂરોના પુત્ર અને માતા-પિતા પ્રાથમિક સુધી અભ્યાસ કરેલ હોવા છતા વગર ટયુશન કે કોચીંગ કલાસ વગર રોજનું પાંચ કલાક વાંચન કરીને કિરણે માતા પિતાનું ડોકટર બનવાનું સપનું સાકાર કરેલ છે.
આમ એક સામાન્ય ખેત મજુરી કરી દિવ્યાંગ માતા -પિતાના પુત્ર કિરણે જાત મહેનતથી ડોકટર બનવાનું સપનું સાકાર થર્યુ સાથે જ સમાજનું અને જિલ્લાના ગૌરવ અપાવ્યું છે. કિરણે જણાવ્યું કે, તે એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે. ડોકટર બન્યા બાદ તે ગરીબ લોકોની સેવા કરવા માટે સરકારી હોસ્પિટલમાં સેવા આપીશે.