આ મંદિરે ચૈત્ર વદ સાતમના દિવસે અને શ્રાવણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે અને મેળામાં લાખો માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. ભક્તો પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે.
આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરમાં સવારે 4 વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. દર્શનાર્થીઓએ પગપાળા, દંડવત અને ઠંડુ ખાવાના જેવી બાધાઓ રાખે છે. આ મંદિરે સાતમના રોજ એક હવન પણ કરવામાં આવે છે અને આજુ-બાજુનાં ગામડાઓ તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.