સુરેન્દ્રનગર: લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા રાજવી પરિવારના દિગ ભુવન પેલેસમાં(Theft at Dig Bhuvan Palace)તસ્કરો બારીની લોખંડની ગ્રીલ તોડી વર્ષો પહેલાની 56 કિલો ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી કરી જતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે(Surendranagar Limbdi Police ) ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડ, મૂર્તિના આભૂષણોની થઈ ચોરી
રાજમહેલમાં ચોરી
રાજમહેલમાંથી(Dig Bhuvan Palace)ચોરો ચાંદીની ફુલદાની, ટ્રે, ગ્લાસ, વાઇનકપ, ફોટોફ્રેમ સહીતની એન્ટીક વસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયાં છે. ગ્રાઉન્ડ ફ્લોરની લોખંડની ગ્રીલ તોડી તસ્કરોએ મહેલમાં ઘુસ્યા હતાં. 10 સ્ટોર રૂમનાં તાળા તોડ્યા અને સોના ચાંદીની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનામાં લીંબડી પોલીસે ફરીયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજમહેલમાં ચોરી કરવામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ પણ વાંચોઃ Agra Robbery: આગ્રામાં થઈ 17 કિલો સોનાની લૂંટ, 3 કલાકમાં થયો ખુલાસો