- સરોડી ગામે બનેવીએ સાળીની તેમજ સસરાની કરી હત્યા
- અન્ય વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
- પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે કૌટુંબિક માથાકૂટ થઈ હતી. આ માથાકૂટમાં બનેવીએ સાળીની તેમજ સસરાની હત્યા કરી નાખી હતી. ગામમાં હત્યાનો બનાવ બનતા સનસનાટી સાથે ચકચાર મચી હતી.
સસરાની સારવાર કારગત ન નિવડતા મોત નિપજયું
આ બનાવમાં જમાઈએ સાસરિયા પક્ષના અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચાડતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સસરાની સારવાર કારગત ન નિવડતા મોત નિપજયાનું જાહેર થયું છે. આ બનાવના પગલે સરોડી ગામે પરિસ્થિતિ તંગ બનતા DYSP સહિતનો પોલીસ કાફલો થાનગઢ દોડી ગયો હતો.
અંગત અદાવતમા હુમલો કર્યો હોવાની આશંકા
ત્યારે સમયસર પોલીસ પહોંચી જતા પોલીસે પરિસ્થિતિ કંટ્રોલ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમા હુમલો કર્યો હોવાની આશંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.