દસાડામાં દલિત સમાજના સ્મશાનમાં જગ્યાના અભાવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે સ્માશનમાંથી જ ગટર લાઇન કાઢતા લોકો રોષે ભરાયા હતા અને હવે જો કોઇનું મૃત્યું થશે તો દલિત સમાજ દ્વારા દફનવિધિ નહીં કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ હાઇવે પર ચક્કાજામ કરીને દસાડાની બન્ને બાજૂ 3 થી 4 કિ.મી.વાહનોની લાંબી લાઇન લાગી હતી.
આ ધટનાની જાણ થતાં PSI જે.જે.ચૌહાણ સહિતનો સ્ટાફ, સર્કલ ઓફિસર તાલુકા પંચાયત કચેરી સ્થળે દોડી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી એરવાડીયાની સૂચનાથી સર્કલ ઓફિસર સ્મશાનમાંથી બાવળ દુર કરવાની સાથે, ગટર લાઈનની સફાઈ, સ્મશાન નીમ કરવા, હાઇવેથી સ્મશાન સુધીનો સીસી રોડ બનાવવા અને સ્મશાનના ખાડા પુરવા સહિતના કામોની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આ મામલે 3-4 કલાક બાદ હાઈવે ફરીથી શરૂ કરાયો હતો.