સુરેન્દ્રનગર : જિલ્લાના મૂળીના ખાટડી નજીક બુધવારે સવારે ટ્રેન અકસ્માતમાં અબોલ પશુઓના મોત થયાં હતાં. ટ્રેનની અડફેટે ચડેલા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થવા સાથે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બુધવારે બનેલી આ ઘટનામાં અકસ્માતને પગલે થોડીવાર ટ્રેન રોકવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મૂળી તાલુકાના ખાટડી ગામ પાસે સવારના સમય રાજકોટ તરફ જતી સૌરાષ્ટ્ર મેઇલની અડફેટે ગાયો ભેંસ અને અન્ય પશુ સહિત આઠ પશુઓના મોત નીપજ્યા હતાં.
ટ્રેન પસાર થતી હતી તે દરમિયાન ભૂંડ દોડતા પશુઓ ભડક્યા હતાં. જેને લીધેે પશુઓએ આમતેમ દોડ મૂકતા તેઓ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે..ભીમસીભાઈ નારણભાઈ રબારી(પશુપાલક, ખાટડી)
પશુપાલકની હાલત દયનીય : રેલવેના ટ્રેકની આસપાસ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ અનેક વખત લોકો તેમજ પશુઓ દ્વારા ત્યાં અવરજવર કરતા અનેકવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામ પાસે પૂરઝડપે જતી ટ્રેનની અડફેટે 8 પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે ટ્રેન થોડીવાર માટે રોકવાની ફરજ પડી હતી. જ્યારે અચાનક આટલા પશુઓના મોતથી પશુપાલકની હાલત દયનીય બનવા પામી હતી.
ટ્રેન અડફેટે ચડતાં રહે છે પશુઓ : રેલવે ટ્રેક પર પૂરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે. જેમાં પાછલા દિવસોમાં વંદે ભારત ટ્રેનની અડફેટે પણ પશુઓના મોતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે મૂળી તાલુકાના ખાટડી ગામ પાસે ટ્રેનની અડફેટે 8 પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવાની ગોઝારી ઘટના સામે આવી હતી.
જામનગર જઇ રહી હતી ટ્રેન : જામનગર જઇ રહેલી ટ્રેન જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામ નજીક પૂરઝડપે પસાર થઇ રહી હતી. ત્યારે આ ટ્રેનની અડફેટે પાટા ક્રોસ કરી રહેલા દસથી વધુ પશુઓ અડફેટે આવી ગયાં હતાં. જેમાં 8 જેટલા પશુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. બનાવના પગલે રેલવે તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. રેલવે તંત્ર દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારેપોતાના પશુધનની હાનિ મોટા પ્રમાણમાં થતાં પશુપાલકની હાલત દયનીય બની ગઇ હતી.