ETV Bharat / state

આ કલેક્ટર કચેરી બની AAP અને પોલીસ વચ્ચેનું સમરાંગણ, શું હતો મુદ્દો જાણો - સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ક્લેક્ટર કચેરીએ સુરેન્દ્રનગર AAP વિવિધ રજૂઆતો કરવા પહોંચી હતી. આ વિરોધના પગલે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ AAP અને પોલીસ વચ્ચે ઘર્ષણ

author img

By

Published : May 31, 2022, 4:27 PM IST

સુરેન્દ્રનગર: જિલ્લા કલેક્ટર કચેરીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)અને પોલીસ વચ્ચે ઝપાઝપી તેમજ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પાક વિમો, સબસિડી સહિતના મુદ્દે જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે (Surendranagar District Collectorate)રજૂઆત કરવા આવેલ આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું.

આમ આદમી પાર્ટી

આ પણ વાંચોઃ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?

કચેરીમાં કોઇ પણ અધિકારી હાજર ન હતા - સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા પાક ધિરાણ મામલે કલેકટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ ડીડીઓ કે કલેક્ટર સુરેન્દ્રનગર મંગલ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં હોવાથી કલેકટર કચેરીમાં કોઇ પણ અધિકારી હાજર ન હતા. આમ આદમી પાર્ટી દ્વારા મંગલ ભવન કાર્યક્રમ સ્થળે કલેકટરને રજૂઆત કરવા જતા પોલીસ દ્વારા બળ પ્રયોગ કરતા આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ ભાજપ અને કૉંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે?... AAP નેતાએ કર્યા ગંભીર આક્ષેપ

આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ - આમ આદમી પાર્ટી દ્વારા લોકોનો અવાજ દબાવી ભાજપ સરકાર પોલીસને આગળ કરતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. વધુ પરિસ્થિતિ વણસે તે પહેલા DYSP એચ. પી. દોશી કલેકટર કચેરીમાં ઘટનાસ્થળે પહોંચી અધિક કલેકટર અને કલેકટરને ટેલિફોનિક વાત કરી અને ઘટનાસ્થળની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. ત્યારે ચીટનીશ અંગારી ને કાર્યક્રમ સ્થળે થી તાતકાલિક કલેકટર કચેરીએ મોકલી અને આમ આદમી પાર્ટીનું આવેદન પત્ર દ્વારા જણાવ્યું હતું ત્યાર બાદ મામલો થાળે પડતા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જ્યારે મહિલા પી.આઈ. એમ. ડી. ચૌધરી સહિતના સ્ટાફે ઝપાઝપી તેમજ ઘર્ષણ કરતા રોષ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.