ETV Bharat / state

ગોઝારો અક્સ્માત : સુરેન્દ્રનગરમાં કારમાં સવાર 7 લોકો બળીને ખાખ

વહેલી સવારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર સળગી ઉઠતાં કારમાં સવાર અંદાજે 7 લોકો બળીને ખાખ થયા છે. અક્સ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી છુટયો હતો.

ગોઝારો અક્સ્માત
ગોઝારો અક્સ્માત
author img

By

Published : Nov 21, 2020, 11:31 AM IST

ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

7 લોકો જીવતા બળીને ખાખ

ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા અક્સ્માત નડ્યો

સુરેન્દ્રનગર : ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતાં કારમાં સવાર 7 લોકો જીવતા બળીને ખાખ થયા હતા .

ગોઝારા અક્સ્માતમાં એક જ કુટુંબના ૭ સભ્યો મોતને ભેટ્યા

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા અક્સ્માતમાં એક જ કુટુંબના ૭ સભ્યો મોતને ભેટ્યા છે.એક મહિલાનો બચાવ થયો છે.મૃતકોમાં ૪ લોકો સાંતલપુરના કોરડા ગામના રહેવાસી તેમજ ૩ લોકો રાઘનપુરના નાનાપુરા ગામના રહેવાસી હતા.

ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા અક્સ્માત નડ્યો હતો.અકસ્માતમાં ઘાયલ લોકો કારની બહાર ન નીકળી શકતાં કારમાં સવાર તમામ લોકો આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.