સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ચોટીલામાંથી વિદ્યાર્થીને ભગાડી જનારા શિક્ષકથી અલગ થઈને યુવતી પોતાના વતન ચોટીલા પરત પહોંચી હતી. દીકરી ઘરે પરત ફરતા પરિવારમાં પણ આનંદ છવાઈ ગયો હતો.

ચોટીલામાંથી વિદ્યાર્થીને ભગાડી જનારા શિક્ષકથી અલગ થઈ યુવતી પોતાના વતન ચોટીલા ખાતે પહોચી હતી. ત્યારે અપહરણકાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી આવી અનેક બાળાઓને ફસાવી ચુક્યો છે. આવા જ ગુનામાં માનસિક વિકૃતિ ધરાવતો આરોપી આજીવન કેદની સજા ભોગવતો હતો. જેને પેરોલ પર છૂટીને ચોટીલામાં નવમી દિકરીને ફસાવી ગત 11 ઓગસ્ટ 2018ના રોજ અપહરણ કરી ગયો હતો. જેની તપાસ CBI કરી રહી હતી.
પરંતુ બાવીસ મહીના થવા છતાં સીબીઆઈ પણ આ દીકરીને શોધવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યારે ગઈકાલે શનિવારના રોજ 6 તારીખે દીકરી પોતાની જાતે પોતાના વતન ચોટીલા પહોચી હતી. દીકરી ઘરે આવતા પરિવારજનોએ સ્થાનિક પોલીસને જાણ કરી તેમજ CBI ને પણ જાણ કરી હતી.
ત્યારે દીકરી અત્યાર સુધી કયા હતી, તે તમામ બાબતે હાલ તપાસ હાથ ધરી છે. તેમજ સીબીઆઈ દ્વારા આ તપાસને આધારે ધવલ ત્રિવેદીની શોધખોળ હાથ ધરી હતી. તેમજ દીકરી આવતા માતા પિતાએ પોલીસ મીડિયા અને સમાજનો આભાર માન્યો છે. તેમજ અત્યાર સુધી દીકરી અને ધવલ ત્રિવેદીની ભાળ ન મળતા સીબીઆઈની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થાય છે. ત્યારે હાલ દીકરી ઘરે પહોંચતા પરિવારમાં પણ આનંદ છવાઈ ગયો છે.