થોડા દિવસો પહેલા અમદાવાદ ખાતે સ્કૂલવાનમાંથી 3 જેટલા વિદ્યાર્થીઓ ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલના રીક્ષા ચાલકો ઓછામાં ઓછા 6 જ બાળકોને બેસાડી શકશે અને ટેક્ષી પાસિંગ કરવું ફરજીયાત કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે RTO દ્વારા અલગ અલગ સ્કૂલો અને રસ્તાઓ પર ચેકીંગ હાથ ધરી નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને 15 થી 20 હજાર રૂપિયા સુધીના મેમા ફટકારવામાં આવ્યા હતા. જેથી શહેરના અંદાજે 300 થી વધુ રીક્ષા ચાલકો 4 દિવસની પર ઊતર્યા છે.
રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં ફેરફાર કરી સ્કૂલના રીક્ષા ચાલકો માટે છૂટછાટ આપવામાં આવે તેમજ ટેક્ષી પાસિંગ માટે 30 દિવસનો સમય આપવામાં આવે તેવી માંગ સાથે રિક્ષાચાલકોએ ટાવરથી કલેક્ટર કચેરી સુધી થાળી અને વેલણ વગાડી રેલી યોજી હતી. તેમજ રાજ્ય સરકાર અને RTO વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો અને જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો, ઉગ્ર આંદોલન સહીત આત્મવિલોપનની ચીમકીઓ પણ ઉચ્ચારી હતી.