વહાણવટીનગરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ પૈકી બાવરી, કાંગસિયા, દેવીપૂજક પરિવારો રહે છે. તેઓના બાળકો વહાણવટીનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ બાળકોને રોટરી કલબ સુરેન્દ્રનગર દ્વારા ૧૪૦ રેઈનકોર્ટનું વિતરણ કરવામા આવ્યુ હતું.
આ પ્રસંગે રોટરી કલબ સુરેન્દ્રનગરના પ્રમુખ અશોકભાઈ, સેક્રેટરી કલ્પેશભાઈ, ડો. સિધ્ધેશભાઈ વોરા તેમજ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે. વ્યાસ, શાળાના આચાર્ય જશવંતભાઈ વરમોરા તેમજ શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.