લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 (ચેક રિટર્ન અંગેના કેસો), બેંક લેણાના કેસ, કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસ, મંજૂર કાયદા હેઠળના કેસ, જમીન સંપાદનને લગતા કેસ, ઇલેટ્રીકસીટી તથા પાણીના બીલોને લગતા કેસ, રેવન્યુ કેસ, દીવાની પ્રકારના કેસ (ભાડુ, સુખાધિકારના કેસ, મનાઇ હુકમના દાવા, (કરાર પાલનના દાવા) સહિતના કેસની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેન્કમાં પૈસા ભરપાઇ કરી સમાધાન લાવવાના ભાગરૂપે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SBI સહિતની બેન્કો, સુરેન્દ્રનગર PGVSL, સીટી વન વિભાગ માંથી નવ કેસોનું સમાધાન કરી 1,70,260ની રિકવરી કરવામાં આવી હતી. તેમજ શહેરના સીટીનાં બે વિભાગમાં કેસના સમાધાન પેટે રૂપિયા 1,60,000 ભરપાઈ કરવામાં આવ્યા હતા. પાંચ કેસમાં સમાધાન કરી રૂપિયા 16,000નું ચુકવણું તેમજ સુરેન્દ્રનગર રૂરલ શાખાના 5 કેસમાં સમાધાન કરી રૂપિયા 18,580 ની રિકવરી કરવામાં આવી હતી. આ લોકઅદાલત દરમિયાન કુલ 4090 કેસો નિકાલ કરવામાં આવ્યો હતો.