ETV Bharat / state

સુરેન્દ્રનગર પાલિકાની લબાડ કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત, બંધના એલાનની કરી જાહેરાત

સુરેન્દ્રનગરઃ શહેરમાં પાલિકા તંત્રની લબાડ કામગીરીથી ત્રસ્ત થયેલાં રહીશોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી પાલિકા સફાઈ, વરસાદી પાણી નિકાલ અને બિસ્માર રસ્તાઓના સમારકામ અંગે કોઈ કામ કરતી નહોતી. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ તંત્રના વિરોધમાં સુરેન્દ્રનગરમાં બંધનુ એલાન જાહેર કર્યુ છે. સાથે તમામ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની ઉગ્ર માગ કરી હતી.

author img

By

Published : Sep 20, 2019, 7:53 AM IST

સુરેન્દ્રનગર પાલિકાની લબાડ કામગીરીથી ત્રસ્ત સ્થાનિકોએ બંધ એલાન જાહેર કર્યુ

છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વોર્ડનં 11 સહિત અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. વરસાદી પાણીનો નિકાલ, ખખડેલા રસ્તાઓનું સમારકામ અને સફાઈ પણ કરવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિકો ડેન્ગ્યુ અને મલેરિયા જેવી જીવલેણ બીમારીનો ભોગ બની રહ્યાં છે.

સુરેન્દ્રનગર પાલિકાની લબાડ કામગીરીથી ત્રસ્ત સ્થાનિકોએ બંધ એલાન જાહેર કર્યુ

શહેરના મુખ્યમાર્ગોનું સમયસર સમારકામ થતું ન હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ રસ્તા પર રખડતાં ઢોર રાહદારીઓને અડફેટમાં લીધા હતા. જેમાં 6થી 7 લોકોનું મૃત્યુ થયું હતું. જે અંગે સ્થાનિકોએ તંત્રમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી શહેર કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારોના તમામ બજારો બંધ કારયા હતાં. તો દુકાનદારોએ સ્વયંભૂ પોતાનો ધંધો બંધ રાખ્યો હતો.

આમ, પાલિકાની લબાડ કામગીરીથી ત્રસ્ત રહીશો તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ભાજપના સ્થાનિક સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પાલિકાની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, "શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ક્યારેય જોવા મળ્યો નથી, અને શહેરમાં કોઈ જ સમસ્યા નથી."

Intro:Body:Gj_Snr_surendranagar bandh_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709

સુરેન્દ્રનગર સજ્જડ બંધ

એન્કર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બિસમાર રસ્તાઓ, વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાઓનો કોઈ જ ઉકેલ ન આવતા શહેર કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું....જેને પગલે સુરેન્દ્રનગર શહેરની બજારો સંપૂર્ણ બંધ રહી હતી.

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તમામ ૧૧ વોર્ડમાં રહેતા રહીશોને રોડ, પાણી, સફાઈ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે....પરંતુ છેલ્લા ઘણા સમય થી શહેરના અનેક રસ્તાઓ ઉબડ ખાબડ અને બિસમાર બની ગયા છે...તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતા મરછરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે...આ ઉપરાંત શહેરના મુખ્યમાર્ગો પર અનેક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે...જેની અડફેટે ૬ થી ૭ લોકોના મૌત પણ નીપજી ચુક્યા છે...આમ આ તમામ સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા...શહેર કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું....જેને પગલે સુરેન્દ્રનગર શહેરની તમામ બજારો સવારથી જ સંપૂર્ણ બંધ રહી હતી...તેમજ તમામ વેપારીઓ અને દુકાનદારોએ સ્વયંભૂ પોતાનો ધંધો અને રોજગાર બંધ રાખી બંને સમર્થન આપ્યું હતું....જયારે આ અંગે ભાજપના સ્થાનિક સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને પૂછતાં શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ક્યારેય જોવા મળ્યો નથી અને શહેરમાં કોઈ જ સમસ્યા ન હોવાનું જણાવી પોતાની જવાબદારીથી હાથ ઊંચા કર્યા હતા.

બાઈટ - ૧ : કમલેશ કોટેચા - પ્રમુખ, શહેર કોંગ્રેસ, સુરેન્દ્રનગર

બાઈટ - ૨ : પ્રતિકસિંહ રાણા - રહીશ, સુરેન્દ્રનગર

બાઈટ - ૩ : ડો. મહેન્દ્ર મુંજપરા - લોકસભા સાંસદ, સુરેન્દ્રનગર

બાઇટ - 4 : રૂતિક મકવાણા -(ધારાસભ્ય ચોટીલા) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.